Gujarat

અમદાવાદમાં કાળઝાળ ગરમીનો કહેર: સોલા સિવિલની OPDમાં એક જ અઠવાડિયામાં 11 હજારથી વધુ દર્દીઓ નોંધાયા

By GS TEAM
7 May 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીને લઈને જનજીવન પ્રભાવિત થયું છે. ગરમીના સતત વધતા પારાને કારણે લોકો બીમારીની લપેટમાં આવી રહ્યા છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં જ આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD)માં 11,808 દર્દીઓ નોંધાયા છે, જે ગરમીની ગંભીરતા દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં કાળઝાળ ગરમીનો કહેર: સોલા સિવિલની OPDમાં એક જ અઠવાડિયામાં 11 હજારથી વધુ દર્દીઓ નોંધાયા

Ahmedabad Heatwave Impact: અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીને લઈને જનજીવન પ્રભાવિત થયું છે. ગરમીના સતત વધતા પારાને કારણે લોકો બીમારીની લપેટમાં આવી રહ્યા છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં જ આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD)માં 11,808 દર્દીઓ નોંધાયા છે, જે ગરમીની ગંભીરતા દર્શાવે છે.

ઝાડા-ઉલટી અને વાયરલ રોગોમાં ઉછાળો

મળતી માહિતી અનુસાર, આકરી ગરમી અને બફારાને કારણે લોકોમાં ઝાડા-ઉલટી, તાવ, ચક્કર આવવા અને માથાના દુખાવાની ફરિયાદો વધી છે. જેમાં છેલ્લા એક મહિનામાં ઝાડા-ઉલટીના 143 કેસ નોંધાયા. તાવના કેસોમાં વધારો થતા ડેન્ગ્યુના શંકાસ્પદ 125 સેમ્પલ લેવાયા, જેમાંથી 3 પોઝિટિવ આવ્યા. મેલેરિયાના 451 સેમ્પલમાંથી 9 દર્દીઓ પોઝિટિવ જણાયા છે. આ ઉપરાંત સ્વાઇન ફ્લૂનો પણ 1 પોઝિટિવ કેસ નોંધાયો છે.

આ પણ વાંચો: અમદાવાદ: ઘી કાંટા કોર્ટમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો, વિરોધ પ્રદર્શનને પગલે પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફ

1,100 દર્દીઓને દાખલ કરવાની નોબત

સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરના જણાવ્યાનુસાર, છેલ્લા અઠવાડિયામાં અંદાજે 11,000 જેટલા દર્દીઓ સારવાર માટે આવ્યા હતા, જેમાંથી બીમારીની ગંભીરતા જોતા 1,100 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવી પડી છે. જોકે, રાહતની વાત એ છે કે હજુ સુધી હીટસ્ટ્રોક કે ડીહાઈડ્રેશનના કોઈ ગંભીર કેસ સામે આવ્યા નથી.

ગરમીના વધતા પ્રકોપને પહોંચી વળવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ, દવાઓ, ORS ના પેકેટ અને ગરમીને લગતી ઇમરજન્સી માટે સ્પેશિયલ અનામત બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે.

ગરમીમાં કેવી રીતે સાચવશો?

•હંમેશા પાણી ઉકાળીને પીવું અને બહારનું ખુલ્લું ખાવા-પીવાનું ટાળવું.

•બપોરે 12 થી 4 દરમિયાન બને ત્યાં સુધી સીધા તડકામાં બહાર નીકળવું નહીં.

•બહાર નીકળતી વખતે મોઢું અને શરીર ઢંકાયેલું રાખવું. આછા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા હિતાવહ છે.