Gujarat

અમદાવાદના ફતેવાડીમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો યુવક પકડાયો, અમેરિકાના નાગરિકોને છેતરતો

By GS TEAM
29 Nov 20252 mins read
TukuTouch Logo
અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં ગેરકાયદે રીતે કાર્યરત કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. આ કોલ સેન્ટર અમેરિકાના નાગરિકોને નિશાન બનાવી ગિફ્ટ કાર્ડ અને ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને છેતરપિંડી કરતું હતું. પોલીસે બાતમીના આધારે ફતેહવાડીના કાદરી પાર્ટી પ્લોટ સામે દરોડો પાડીને કોલ સેન્ટરના એક પ્રોસેસરની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, ઝડપેલા આરોપી પાસેથી અમેરિકાના નાગરિકોનો ડેટા, ક્રિપ્ટો પેમેન્ટની વિગતો ધરાવતો મોબાઈલ ફોન અને અન્ય ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના ફતેવાડીમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો યુવક પકડાયો, અમેરિકાના નાગરિકોને છેતરતો

Illegal Call Center in Ahmedabad: અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં ગેરકાયદે રીતે કાર્યરત કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. આ કોલ સેન્ટર અમેરિકાના નાગરિકોને નિશાન બનાવી ગિફ્ટ કાર્ડ અને ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને છેતરપિંડી કરતું હતું. પોલીસે બાતમીના આધારે ફતેહવાડીના કાદરી પાર્ટી પ્લોટ સામે દરોડો પાડીને કોલ સેન્ટરના એક પ્રોસેસરની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, ઝડપેલા આરોપી પાસેથી અમેરિકાના નાગરિકોનો ડેટા, ક્રિપ્ટો પેમેન્ટની વિગતો ધરાવતો મોબાઈલ ફોન અને અન્ય ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે. 

સોયબ ઘાંચી નામના શખસની ધરપકડ

પોલીસને મળેલા બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં સોયબ ઘાંચી નામના શખસને ઝડપી લેવાયો હતો. તે ટેલિગ્રામ અને વોટ્સએપ પર ગુપ્ત ગ્રૂપો ચલાવતો હતો અને  પ્રોફેસર 2 નામના ગ્રૂપમાંથી અમેરિકન નાગરિકોનો ડેટા લેતો હતો. આ ડેટાનો ઉપયોગ કરીને તે અન્ય વેન્ડરો મારફતે અમેરિકાના નાગરિકોને પેડે લોન પ્રોસેસ કરાવતો હતો.

આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સને પગલે મોદી સ્ટેડિયમ નજીક ડિમોલિશન, પોલીસ બંદોબસ્ત સાથે મકાનો તોડવાનું શરૂ

ગિફ્ટ કાર્ડથી કરતો છેતરપિંડી

આરોપી શખ્સ સોયબ ઘાંચી લોન પ્રોસેસિંગ ફીના નામે અમેરિકન નાગરિકો પાસેથી વોલમાર્ટ, વિઝા કાર્ડ અને માસ્ટરકાર્ડ જેવી કંપનીઓના ગિફ્ટ કાર્ડની ખરીદી કરાવતો હતો. ગિફ્ટ કાર્ડ મેળવ્યા પછી, તે તેને 'Payment mode Dragon 2025 Ghost with R U U Dhamal New' નામના ગ્રૂપમાં પ્રોસેસ કરાવતો હતો. આ પ્રોસેસિંગ દ્વારા ગિફ્ટ કાર્ડ બદલીને ક્રિપ્ટો અને બિટકોઈન વોલેટ એપ્લિકેશન મારફતે યુએસડીટી ક્રિપ્ટોકરન્સીમાં કરવામાં આવતું હતું. 

ક્રિપ્ટોમાં મેળવેલા આ નાણાંને ભારતીય ચલણમાં ફેરવવા માટે આરોપી અન્ય શોએબ કુરેશી, સાકીબ અને યાસર મકવાણા ઉર્ફે મેકનો સપોર્ટ લેતો હતો. આ ત્રણેય વ્યક્તિઓ યુએસડીટી લઈને તેને આંગડિયા પેઢી દ્વારા રોકડમાં સોયબને પહોંચાડતા હતા.