Gujarat

અમદાવાદ ચૂંટણી: 5 વર્ષમાં નેતાઓ થયા માલામાલ! રિપીટ ઉમેદવારોની સંપત્તિ 4 ગણી વધી, જુઓ લિસ્ટ

By GS TEAM
21 Apr 20262 mins read
TukuTouch Logo
આવી રંગીલી ચૂંટણી આવી.... કાઉન્સિલર નહીં, કરોડપતિ બનવાની ચૂંટણી આવી! અધૂરા કામો મુદ્દે પ્રજા નારાજ હોવા છતાં કેટલાક ઉમેદવારો પર ભાજપ અને કોંગ્રેસ હાઈકમાન્ડના ચાર હાથ હોવાથી તેમને રિપીટ કરાયા છે. ત્યારે અમદાવાદમાં આ વખતે રિપીટ કરાયેલા કાઉન્સિલરોએ છેલ્લાં પાંચ વર્ષમાં કેટલું કામ કરીને બતાવ્યું છે? તેની તો પ્રજા પોતે સાક્ષી છે. પરંતુ આ પાંચ વર્ષ દરમિયાન આવા નગરસેવકોની સંપત્તિમાં આશ્ચર્યજનક રીતે બેથી ત્રીસ ગણા સુધીનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ ચૂંટણી: 5 વર્ષમાં નેતાઓ થયા માલામાલ! રિપીટ ઉમેદવારોની સંપત્તિ 4 ગણી વધી, જુઓ લિસ્ટ

Gujarat Local Body Elections 2026: આવી રંગીલી ચૂંટણી આવી.... કાઉન્સિલર નહીં, કરોડપતિ બનવાની ચૂંટણી આવી! અધૂરા કામો મુદ્દે પ્રજા નારાજ હોવા છતાં કેટલાક ઉમેદવારો પર ભાજપ અને કોંગ્રેસ હાઈકમાન્ડના ચાર હાથ હોવાથી તેમને રિપીટ કરાયા છે. ત્યારે અમદાવાદમાં આ વખતે રિપીટ કરાયેલા કાઉન્સિલરોએ છેલ્લાં પાંચ વર્ષમાં કેટલું કામ કરીને બતાવ્યું છે? તેની તો પ્રજા પોતે સાક્ષી છે. પરંતુ આ પાંચ વર્ષ દરમિયાન આવા નગરસેવકોની સંપત્તિમાં આશ્ચર્યજનક રીતે બેથી ત્રીસ ગણા સુધીનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે.

મૌલિક પટેલ, નીરવ બક્ષી જમીનદાર બની ગયા જ્યારે કમલેશ પટેલે 20થી વધુ કંપનીના શેર ખરીદી લીધા

વર્ષ 2021ની ચૂંટણીમાં મ્યુનિ. કાઉન્સિલર બન્યા ત્યારે કેટલાક ઉમેદવાર પાસે પોતાનું મકાન, દુકાન, જમીન કંઈ જ નહોતું. જો કે આજે પાંચ વર્ષ બાદ તે પૈકી કેટલાક કોર્પોરેટરો જમીનદાર બની ગયા છે. અમદાવાદ શહેર જ નહીં, તેમણે ગાંધીનગર, વિરમગામ, સુરેન્દ્રનગરના ગામોમાં ખેતીની જમીનો અને પ્લોટ ખરીદી લીધા છે. તો કેટલાકના બોડકદેવ, થલતેજ, વસ્ત્રાપુર જેવા પોશ એરિયામાં બંગલા બંધાઈ ગયા છે. જેમની પાસે એક કાર હતી, તેમના ઘરમાં હવે ત્રણ-ચાર વૈભવી ગાડીઓ આવી ગઈ છે. જેમને ક્યારે રોકાણ નહોતું કર્યું, તેમની પાસે આવનાર વર્ષો સુધી કોઈ મુશ્કેલી ન નડે તેમ પત્ની અને બાળકોના નામે પણ લાખોની એફડી, જીવનવીમા પોલિસી કરાવી તેમનું ભવિષ્ય સુરક્ષિત બનાવી દેવાયું છે.


આ પણ વાંચો: અમદાવાદ ચૂંટણી: ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને CCTVથી નજર; 20 હજાર જવાનો તહેનાત

હવે નામચીન કંપનીઓના લાખોના શેર અને મ્યુચલ ફંડના ખાતા છે. પાંચ વર્ષમાં પ્રજાની સુરક્ષા માટે કામ કરવાનું કદાચ ભૂલાઈ ગયું હોય, પરંતુ પોતાના પરિવારને પાંચ વર્ષમાં સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હિતેશ બારોટ, દેવાંગ દાણી, રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન જૈનિક વકીલ સહિતની સંપત્તિ વધીને બેથી ત્રણ ગણી થઈ ગઈ છે. જ્યારે વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણની મિલકત ત્રીસેક ગણી થઈ ગઈ છે. આ વધારો વર્ષ 2021 અને 2026માં ઉમેદવારોએ રજૂ કરેલા સોંગદનામાં પરથી સ્પષ્ટ થાય છે. બીજી બાજુ ભાજપમાંથી રામોલ- હાથીજણના કાઉન્સિલર મૌલિક પટેલ અને કોંગ્રેસમાંથી દરિયાપુરના કાઉન્સિલર નીરવ બક્ષી પાંચ વર્ષમાં જમીનદાર બની ગયા છે. જ્યારે ખોખરામાંથી ભાજપના ઉમેદવાર કમલેશ પટેલે વીસથી વધુ કંપનીઓના શેર ખરીદી લીધા છે.