Gujarat
અમદાવાદ પૂર્વના હાટકેશ્વરની ઘટના: એસ.ટી બસ ચાલકે સ્કૂલ વિદ્યાર્થીને લીધો અડફેટે
By GS Team
23 Feb 20221 min read
This article was originally published on 23 Feb 2022

અમદાવાદ, તા. 23 ફેબ્રુઆરી, 2022, બુધવાર
અમદાવાદ હાટકેશ્વરમાં એસ.ટી બસ ચાલાકે એક સ્કૂલના વિદ્યાર્થીને અડફેટે લીધો હતો. આ ઘટના આજે સવારે બની હતી. જેમાં વિદ્યાર્થી ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય વાત એ છે કે, હાટકેશ્વરના બ્રિજ પર ભ્રષ્ટાચારના જે ગાબડા પડ્યા હતા તેના કારણે બ્રિજ એક તરફ ચાલે છે અને તેનો ભોગ આજે વિદ્યાર્થી બન્યો હતો.




