Gujarat

AI અને ડીપફેકનો ખતરનાક ખેલ: આધારમાં મોબાઈલ નંબર બદલી લાખોની છેતરપિંડી, આંતરરાજ્ય ગેંગના વધુ 3 સાગરીતો ઝડપાયા

By GS TEAM
8 May 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ સાયબર ક્રાઇમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના દુરુપયોગ દ્વારા આચરવામાં આવતા એક અત્યંત હાઈટેક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. લોકોની જાણ બહાર તેમના આધાર કાર્ડ સાથે લિંક થયેલા મોબાઈલ નંબર બદલીને લોન મેળવતી આંતરરાજ્ય ગેંગના વધુ ત્રણ સભ્યોની આસામ અને ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AI અને ડીપફેકનો ખતરનાક ખેલ: આધારમાં મોબાઈલ નંબર બદલી લાખોની છેતરપિંડી, આંતરરાજ્ય ગેંગના વધુ 3 સાગરીતો ઝડપાયા

Ahmedabad Cyber Crime News: અમદાવાદ સાયબર ક્રાઇમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના દુરુપયોગ દ્વારા આચરવામાં આવતા એક અત્યંત હાઈટેક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. લોકોની જાણ બહાર તેમના આધાર કાર્ડ સાથે લિંક થયેલા મોબાઈલ નંબર બદલીને લોન મેળવતી આંતરરાજ્ય ગેંગના વધુ ત્રણ સભ્યોની આસામ અને ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે.

ઝડપાયેલા નવા આરોપીઓ

સાયબર ક્રાઇમ બ્રાન્ચે આસામ અને યુપીમાં દરોડા પાડીને B.Comનો વિદ્યાર્થી રબ્બુલ હુસૈન, જે ડેટા ચોરી અને કૌભાંડનો માસ્ટરમાઈન્ડ છે. ઉત્તર પ્રદેશના ક્રિષ્ના પ્રજાપતિ સાયબર કાફે સંચાલક અને એજન્ટ છે, જે કમિશન પર આધારમાં ફેરફાર કરાવતો હતો. ધોરણ 7 પાસ કાશીમુદ્દીન અલી લોનના નાણાં પોતાના એકાઉન્ટમાં મેળવવાનું કામ કરતો હતો. હાલ આ આરોપીઓની ધરપકડ કરાઈ છે.

આ પણ વાંચો: અમદાવાદની વાડજ પોલીસને હાથતાળી આપી POCSOનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ

કેવી રીતે આચરતા હતા છેતરપિંડી? 

આ ટોળકીની કામ કરવાની પદ્ધતિ સાયબર નિષ્ણાતોને પણ ચોંકાવી દે તેવી હતી. આરોપીઓ 'માસ્ટર ઇન્ડિયા' જેવી વેબસાઇટ્સ પરથી GST અને પાનકાર્ડની વિગતો મેળવીને સિબિલ સ્કોર ચેક કરતા હતા. ટેલિગ્રામ બોટની મદદથી આધારની વિગતો અને સોશિયલ મીડિયા પરથી ફરિયાદીના ફોટા મેળવતા. આ ફોટાનો ઉપયોગ કરી AI ની મદદથી 'ડીપફેક બ્લિંકિંગ વીડિયો' બનાવતા હતા. 

AI જનરેટેડ વીડિયોની મદદથી તેઓ ઓનલાઇન ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક સિસ્ટમને છેતરીને આધારમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલી નાખતા હતા. નંબર બદલાયા બાદ નવા સીમકાર્ડની મદદથી બેન્ક એકાઉન્ટ ખોલાવી 25,000થી 50,000 રૂપિયા સુધીની નાની નાની લોન મેળવી લેતા હતા.

વેપારીની ફરિયાદથી ભાંડો ફૂટ્યો

આ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે અમદાવાદના એક વેપારીને તેમના આધાર-આધારિત પેમેન્ટ સિસ્ટમના OTP મળવાના બંધ થઈ ગયા. તપાસમાં બહાર આવ્યું કે, લોકલ આધાર કિટ ઓનર કનુ પરમારની મિલીભગતથી કોઈ પણ OTP વગર જ તેમનો મોબાઈલ નંબર અને બાયોમેટ્રિક બદલી નાખવામાં આવ્યા હતા અને તેમના નામે લોન પણ લેવાઈ ગઈ હતી.

સાયબર ક્રાઇમ DCP લવિના સિંહાના જમાવ્યાનુસાર, આ ગેંગ દર વર્ષે અંદાજે 10થી 15 લાખ રૂપિયાની લોન મેળવતી હતી. અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓ પકડાયા છે, જ્યારે આસામનો ઓલી ઉલ્લાહ હજુ વોન્ટેડ છે. આધાર સિસ્ટમમાં રહેલી આ ગંભીર ક્ષતિઓ અંગે અમે આધાર વિભાગનું ધ્યાન દોર્યું છે.