Gujarat

અમદાવાદના ન્યૂ ચાંદખેડામાં ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, કેનેડિયન નાગરિકોને ટાર્ગેટ બનાવી લાખોની ઠગાઈ કરતા 4ની ધરપકડ

By GS TEAM
17 Mar 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં એક રહેણાંક સોસાયટીમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર પર ત્રાટકીને આંતરરાષ્ટ્રીય ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ કેનેડાના નાગરિકોને ફોન કરીને પોતે કેનેડા રેવન્યુ એજન્સી(CRA)ના અધિકારીઓ હોવાની ઓળખ આપી ડરાવી-ધમકાવીને નાણાં પડાવતી હતી. પોલીસે આ મામલે 4 શખસોની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત બે શખસો હજુ ફરાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના ન્યૂ ચાંદખેડામાં ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, કેનેડિયન નાગરિકોને ટાર્ગેટ બનાવી લાખોની ઠગાઈ કરતા 4ની ધરપકડ

Ahmedabad Cyber Crime Bust Illegal Call Center : અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં એક રહેણાંક સોસાયટીમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર પર ત્રાટકીને આંતરરાષ્ટ્રીય ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ કેનેડાના નાગરિકોને ફોન કરીને પોતે કેનેડા રેવન્યુ એજન્સી(CRA)ના અધિકારીઓ હોવાની ઓળખ આપી ડરાવી-ધમકાવીને નાણાં પડાવતી હતી. પોલીસે આ મામલે 4 શખસોની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત બે શખસો હજુ ફરાર છે.

ન્યૂ ચાંદખેડામાં ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું

બાતમીના આધારે સાયબર સેલે 14 માર્ચના રોજ ન્યૂ ચાંદખેડામાં આવેલા 'સોપાન હાઈટ્સ'ના એક મકાનમાં દરોડો પાડ્યો હતો. અહીંથી કુશ પટેલ (ઉં.વ.29), હર્ષ પટેલ (ઉં.વ.28), આશુ પટેલ (ઉં.વ.29) અને સુનિલ રાવત (ઉં.વ.28) નામના ચાર શખસોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ ટોળકી ઇન્ટરનેટ આધારિત કોલિંગ સિસ્ટમ(VoIP) અને 'આઈ બીમ' સોફ્ટવેરનો ઉપયોગ કરીને કેનેડામાં ફોન કરતી હતી.

ઠગાઈની મોડસ ઓપરેન્ડી: ટેક્સ અને બેંક એકાઉન્ટનો ડર

આરોપીઓ કેનેડિયન નાગરિકોના નામ, સરનામા અને પોસ્ટલ કોડ મેળવી લેતા હતા. ત્યારબાદ તેમને ફોન કરીને કહેતા કે, "તમારા ટેક્સ-ફ્રી સેવિંગ્સ એકાઉન્ટ(TFSA) અને રોયલ બેંક ઓફ કેનેડા(RBC)ના ખાતામાં શંકાસ્પદ વ્યવહારો જણાયા છે." ભોગ બનનારને ગભરાવવા માટે તેઓ કહેતા કે તમારી ઓળખ ચોરાઈ ગઈ છે અને તમારા ખાતાનો દુરુપયોગ થઈ રહ્યો છે. 'વેરિફિકેશન'ના બહાને તેઓ ગ્રાહકોની બેંકિંગ વિગતો મેળવી લેતા અને નાણાં ટ્રાન્સફર કરાવી લેતા હતા.

આ પણ વાંચો: અમદાવાદના વેપારી સાથે 'હનીટ્રેપ': ફેસબુક ફ્રેન્ડ મહિલાએ મળવા બોલાવી નકલી પોલીસ સાથે મળી રૂ.5 લાખ પડાવ્યા

ગિફ્ટ કાર્ડ અને ક્રિપ્ટોકરન્સીમાં વહીવટ

ઠગાઈના નાણાં મેળવવા માટે આ ગેંગ અત્યંત ચાલાકી વાપરતી હતી. તેઓ કેનેડિયન ડોલર સીધા બેંકમાં લેવાને બદલે ગિફ્ટ કાર્ડ, ક્રિપ્ટોકરન્સી અને કેનેડામાં રહેલા 'મ્યુલ' (ભાડાના) બેંક ખાતાઓનો ઉપયોગ કરતા હતા. આ નાણાં મેળવ્યા બાદ તેને ભારતીય ચલણમાં ફેરવી લેવામાં આવતા હતા.

માસ્ટરમાઈન્ડ ફાલ્ગુન પટેલ ફરાર

પોલીસના જણાવ્યા મુજબ, આ આખા રેકેટનો માસ્ટરમાઈન્ડ ફાલ્ગુન રમેશચંદ્ર પટેલ અને શિવાંગ દશમાના છે, જે હાલ ફરાર છે. ફાલ્ગુન પટેલ વિરુદ્ધ અગાઉ ઉદયપુર અને ચંદીગઢમાં પણ આવા જ કોલ સેન્ટર ચલાવવા બદલ ગુના નોંધાયેલા છે. ઝડપાયેલા આરોપીઓ ફાલ્ગુન માટે માસિક પગાર અને ઇન્સેન્ટિવ પર કામ કરતા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં આર્કિટેક્ટને ઈન્સ્ટાગ્રામ પર લોભામણી જાહેરાત પડી મોંઘી, વધુ નફાની લાલચમાં 1.25 કરોડ ગુમાવ્યા

મુદ્દામાલ અને કાયદેસરની કાર્યવાહી

દરોડા દરમિયાન પોલીસે 6 લેપટોપ, 5 મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો મળી કુલ 1.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ ટોળકીએ અત્યાર સુધીમાં કેટલા કેનેડિયન નાગરિકોને કેટલા લાખોનો ચૂનો લગાવ્યો છે તે અંગે સાયબર ક્રાઈમ બ્રાન્ચ વધુ તપાસ કરી રહી છે.