Gujarat

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 23 ગુનામાં સંડોવાયેલા મોહંમદ સિકંદરને દબોચ્યો, પરિવારનો પણ છે મોટો ગુનાહિત ઈતિહાસ

By GS TEAM
27 Nov 20252 mins read
TukuTouch Logo
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે લાંબા સમયથી પોલીસ ચોપડે વોન્ટેડ ચાલી રહેલા કુખ્યાત આરોપી મોહંમદ સિકંદર ભાડભુંજાને ઝડપી પાડ્યો છે. હત્યાના પ્રયાસ, લૂંટ, ઘરફોડ અને મારામારી સહિત કુલ 23 ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો આ આરોપી બાપુનગર વિસ્તારમાં મણીલાલની ચાલી પાસેના જાહેર રસ્તા પરથી પકડાયો હતો. મહત્ત્વનું છે કે, આરોપીની તલાશી લેતા પોલીસને તેની પાસેથી ગેરકાયદેસર હથિયારોનો જથ્થો પણ મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે બે ગેરકાયદેસર તમંચા અને ચાર જીવતા કારતુસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 23 ગુનામાં સંડોવાયેલા મોહંમદ સિકંદરને દબોચ્યો, પરિવારનો પણ છે મોટો ગુનાહિત ઈતિહાસ

Ahmedabad Crime Branch News: અમદાવાદ ક્રાઈમ બ્રાંચે લાંબા સમયથી પોલીસ ચોપડે વોન્ટેડ ચાલી રહેલા કુખ્યાત આરોપી મોહંમદ સિકંદર ભાડભુંજાને ઝડપી પાડ્યો છે. હત્યાના પ્રયાસ, લૂંટ, ઘરફોડ અને મારામારી સહિત કુલ 23 ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો આ આરોપી બાપુનગર વિસ્તારમાં મણીલાલની ચાલી પાસેના જાહેર રસ્તા પરથી પકડાયો હતો. મહત્ત્વનું છે કે, આરોપીની તલાશી લેતા પોલીસને તેની પાસેથી ગેરકાયદેસર હથિયારોનો જથ્થો પણ મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે બે ગેરકાયદેસર તમંચા અને ચાર જીવતા કારતુસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરનો વતની અને અમદાવાદમાં બાપુનગર દરગાહમાં સાફ-સફાઈનું કામ કરતો મોહંમદસિકંદર, આ હથિયારો ઉત્તર પ્રદેશથી ખરીદી લાવ્યો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ હથિયારો પાછળનું કારણ પારિવારિક દુશ્મની હતી. આજથી લગભગ 15 વર્ષ પહેલા આરોપીના ભાઈ તનવીર ભાડભુંજાની હત્યા સલમાન શેખ નામના વ્યક્તિએ કરી હતી, જેને આ કેસમાં આજીવન કેદની સજા થઈ છે. 

જોકે, સલમાન શેખ પેરોલ પર જેલમાંથી બહાર આવતો રહેતો હોવાથી, મોહંમદ સિકંદરને સતત ડર હતો કે સલમાન તેના પર હુમલો કરશે. આ ડરને કારણે જ આરોપી એક વર્ષ પહેલા યુ.પી.થી હથિયારો ખરીદી લાવ્યો હતો.

મોહંમદ સિકંદર ભાડભુંજાના પરિવારનો ગુનાહિત ઇતિહાસ પણ મોટો છે. તેનો ભાઈ સર્વર ઉર્ફે કડવા પણ 20થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે અને હાલમાં 'પાસા' હેઠળ જેલમાં બંધ છે. ભૂતકાળમાં સર્વરે રખિયાલ વિસ્તારમાં ખુલ્લા હથિયારો સાથે આતંક મચાવ્યો હતો, જેના પગલે તેની ધરપકડ થઈ હતી.

ક્રાઈમ બ્રાંચે જણાવ્યું કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોહંમદ સિકંદર અબ્દુલ કરીમ બાળપુજા ઉર્ફે મોરજી નામના વ્યક્તિને બાપુનગર, પન્નાલાલ વિસ્તારમાં હસન શાહપીરની જગ્યાની પાસે ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે તેના કબજામાંથી બે દેશી તમંચા, ચાર કારતૂસ અને એક મોબાઈલ ફોન મળીને કુલ 16,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલો આરોપી અગાઉ ખૂનની કોશિશ, લૂંટ, ઘરફોડ ચોરી, મારામારી જેવા 23થી વધુ ગુનાઓમાં પકડાયેલો છે. 

આરોપીએ કબૂલાત કરી હતી કે તે આજથી એક વર્ષ પહેલા ઉત્તર પ્રદેશ ખાતેથી આ હથિયાર લઈ આવ્યો હતો. હથિયાર લાવવા પાછળનું કારણ એ હતું કે આજથી 15 વર્ષ પહેલા તેના ભાઈનું મર્ડર સલમાન તફુદ્દીન શેખ ઉર્ફે સલમાન ક્રેક નામના વ્યક્તિએ કર્યું હતું, અને આરોપીને ડર હતો કે સલમાન ક્રેક જેલમાંથી છૂટે ત્યારે તેના પર ફરી હુમલો કરશે.

આરોપી મૂળ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરનો વતની છે અને છેલ્લા એક વર્ષથી તે અહીં આવીને હસન શાહપીર દરગાહ પર કામ કરવાનું અને સાર સંભાળ રાખવાનું કામ કરે છે. હાલમાં, ક્રાઈમ બ્રાંચ આરોપીના રિમાન્ડ મેળવીને તેણે ઉત્તર પ્રદેશમાં આ હથિયાર કોની પાસેથી અને કેટલા રૂપિયામાં ખરીદ્યું હતું, તે અંગે વધુ તપાસ કરશે.