Get The App

અમદાવાદમાં ચોમાસા માટે AMCના કંટ્રોલરૂમ શરૂ: હવે WhatsAppથી થઈ શકશે ફરિયાદ, નોંધી લો તમારા વોર્ડનો નંબર

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ચોમાસા માટે AMCના કંટ્રોલરૂમ શરૂ: હવે WhatsAppથી થઈ શકશે ફરિયાદ, નોંધી લો તમારા વોર્ડનો નંબર 1 - image


Ahmedabad AMC Monsoon Control Room: ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા પાલડી ખાતે ગત 1 જૂનથી ત્રણેય શિફ્ટમાં 24 કલાક કાર્યરત મોનસુન મુખ્ય કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ મુખ્ય કંટ્રોલરૂમ સાથે શહેરના સાત ઝોનના કુલ 25 કંટ્રોલ રૂમો અને અન્ડરપાસને વાયરલેસ સિસ્ટમ અને સીસીટીવી કેમેરાથી સીધા જોડવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન કોઈ સમસ્યા અંગે શહેરીજનો વ્હોટ્સએપથી ફરિયાદ નોંધાવી શકશે. જેમાં તંત્ર દ્વારા તાત્કાલિક ફરિયાદનો નિકાલ લાવવાની કામગીરી હાથ ધરશે.

અમદાવાદમાં ચોમાસા માટે AMCના કંટ્રોલરૂમ કાર્યરત

જ્યારે વરસાદની સચોટ અને રિયલ-ટાઇમ માહિતી મેળવવા માટે 42 ઓટોમેટિક રેઈન ગેજ અને 13 એનાલોગ રેઈન ડેટા લોગર ઈન્સ્ટોલ કરાયા છે. આ કંટ્રોલરૂમ દ્વારા વાસણા બેરેજ અને ધરોઈ ડેમના લેવલનું પણ સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તંત્ર એડવાન્સમાં એલર્ટ રહી શકે.

અમદાવાદમાં ચોમાસા માટે AMCના કંટ્રોલરૂમ શરૂ: હવે WhatsAppથી થઈ શકશે ફરિયાદ, નોંધી લો તમારા વોર્ડનો નંબર 2 - image

ભારે વરસાદ કે વાવાઝોડા દરમિયાન ઝાડ પડવા, રસ્તા બેસી જવા, મકાન કે હોર્ડિંગ્સ પડવા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા જેવી સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે ઝોનલ કક્ષાએ ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સીધી દેખરેખ હેઠળ એન્જિનિયરિંગ, એસ્ટેટ, હેલ્થ અને બગીચા વિભાગની ટીમોને જરૂરી સાધનો અને મશીનરી સાથે સ્ટેન્ડ-બાય રાખવામાં આવી છે.

આ પણ વાંચો: રથયાત્રામાં હાથીની અંબાડી હશે હાઇટેક: 18 ગજરાજ પર લાગશે 360 Degree કેમેરા, GPS અને સાઉન્ડ સેન્સર, જાણો કેમ?

 શહેરીજનોની સુવિધા માટે હવે એક ખાસ પહેલ કરવામાં આવી છે, જેમાં નાગરિકો પાલડી મુખ્ય કંટ્રોલરૂમ તેમજ સાતેય ઝોનના કંટ્રોલ રૂમમાં વ્હોટ્સએપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની ફરિયાદ નોંધાવી શકશે. આ તમામ ફરિયાદોનું ઓનલાઈન રજિસ્ટર મોડ્યુલ મારફતે અધિકારીઓ દ્વારા સતત મોનીટરિંગ કરી તેનો તાત્કાલિક નિકાલ લાવવામાં આવશે.