Get The App

અમદાવાદમાં: કારમાંથી વિદેશી દારૂની 1800થી વધુ બોટલો સાથે રાજસ્થાનનો શખસ ઝડપાયો, પોલીસે 7 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

Updated: Jun 9th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં: કારમાંથી વિદેશી દારૂની 1800થી વધુ બોટલો સાથે રાજસ્થાનનો શખસ ઝડપાયો, પોલીસે 7 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત 1 - image


Liquor Seizure In Ahmedabad: અમદાવાદના હાંસોલમાં એક SUV કારમાં એક નહીં પણ 1800થી વધુ દારૂની બોટલની ખેપ મારતો મૂળ રાજસ્થાનનો શખસ એરપોર્ટ પોલીસે ઝડપી પાડ્યો છે. મળેલી બાતમીને આધારે પોલીસે એક ખાનગી કંપનીના પેટ્રોલ પંપની પાછળ સર્વિસ રોડ પરથી એક 21 વર્ષીય શખસને દારૂ-બિયર સહિત કુલ 7.22 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. 

પેટ્રોલ પંપની પાછળ અંધારામાં કાર પાર્ક કરી હતી

મળતી માહિતી અનુસાર, પોલીસને બાતમી મળી હતી કે, SUV કાર નાયરા પેટ્રોલ પંપની પાછળ સર્વિસ રોડ પર ઊભી છે અને તેમાં વિદેશી દારૂ ભરેલો છે. ત્યારબાદ અવાવરું અને અંધારાવાળી જગ્યાએ પાર્ક કરેલી ગાડીને કોર્ડન કરીને પોલીસે અંદર બેઠેલા શખસને ઝડપી લીધો હતો. પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપીનું નામ 21 વર્ષીય ડુંગરા રામ હરખારામ જાની છે અને તે લીલસર ગામ બાડમેરનો રહેવાસી છે.

આ પણ વાંચો: અમદાવાદ: ધોળકામાં મિત્રએ જ મિત્રનું ગળું કાપ્યું, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

કારની સીટો અને ડેકીમાંથી મળી 1872 બોટલો

પોલીસે SUV કારની ડેકી અને પાછળની સીટ ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ 1872 બોટલો મળી હતી. આ ઉપરાંત પોલીસે કાર અને એક મોબાઈલ ફોન સહિત કુલ 7,22,408 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહત્ત્વનું છે કે, પકડાયેલો આરોપી આટલો મોટો દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યો હતો, બોર્ડર પરથી કઈ રીતે ઘુસાડ્યો અને અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો, તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.