Gujarat

અમદાવાદ: ધંધુકા-ફેદરા રોડ પર હરીપુરા પાટિયા પાસે અકસ્માત, ડિવાઈડર સાથે અથડાતા કાર ભડભડ સળગી

By GS TEAM
4 Apr 20261 min read
TukuTouch Logo
અમદાવાદ જિલ્લાના ધંધુકા-ફેદરા રોડ પર કાર અકસ્માત સર્જાયો હતો. હરીપુરા પાટિયા નજીક પસાર થઈ રહેલી એક કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો સર્જિત હતો કે અથડાતાની સાથે જ કારમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ધંધુકા-ફેદરા રોડ પર હરીપુરા પાટિયા પાસે અકસ્માત, ડિવાઈડર સાથે અથડાતા કાર ભડભડ સળગી

Ahmedabad Accident: અમદાવાદ જિલ્લાના ધંધુકા-ફેદરા રોડ પર કાર અકસ્માત સર્જાયો હતો. હરીપુરા પાટિયા નજીક પસાર થઈ રહેલી એક કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો સર્જિત હતો કે અથડાતાની સાથે જ કારમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી.

ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

મળતી માહિતી અનુસાર, કારમાં સવાર તમામ લોકો ગાંધીનગરના દહેગામના વતની છે. હરીપુરા પાટિયા પાસે કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી ત્યારે અચાનક ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના પરિણામે કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે અથડાઈ હતી. સદનસીબે, કાર સળગી ઉઠે તે પહેલા જ તેમાં સવાર પાંચેય લોકો સમયસૂચકતા વાપરીને બહાર નીકળી ગયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી અને પાંચેયનો આબાદ બચાવ થયો હતો.

આ પણ વાંચો: શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્

આ અકસ્માતમાં બે વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ 108 ઇમરજન્સી સેવા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ધંધુકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.