અમદાવાદ: બાપુનગરની સ્કૂલમાં ગાળો બોલવાની ના પાડતાં 3 વિદ્યાર્થિની પર હુમલો, વિદ્યાર્થીને LC આપીને કાઢી મૂકાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad School Student Attack: અમદાવાદના બાપુનગરમાં આવેલી જીવન સાધના સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને વર્ગખંડમાં ગાળો બોલતો અટકાવવા બદલ, તેણે શાળા છૂટ્યા પછી અદાવત રાખીને ત્રણ વિદ્યાર્થિનીઓને માર માર્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકોએ તેને પકડીને શાળાને સોંપ્યો હતો. સમગ્ર મામલાની ગંભીરતા જોતા બાપુનગર પોલીસે આ 16 વર્ષીય સગીર વિદ્યાર્થીના માતા-પિતાને બોલાવીને તેનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આખરે, વિદ્યાર્થી પાસે લેખિતમાં માફીપત્ર લખાવ્યા બાદ શાળા દ્વારા તેને લિવિંગ સર્ટિફિકેટ આપીને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.
DEOએ તપાસના આદેશ આપ્યા
બાપુનગર વિસ્તારની જીવન સાધના સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી દ્વારા ત્રણ વિદ્યાર્થિનીઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ વિદ્યાર્થી શાળામાં અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યો હતો, જેથી આ ત્રણ વિદ્યાર્થિનીઓએ તેને તેમ કરતા અટકાવ્યો હતો. આ જ બાબતની અદાવત રાખીને ઉશ્કેરાયેલા વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીઓ સાથે મારામારી કરી હતી.
આ ઘટના બન્યા બાદ આસપાસના સ્થાનિક લોકોએ તરત જ વિદ્યાર્થીને પકડી લીધો હતો અને શાળાના સંચાલકોને સોંપ્યો હતો. ત્યારબાદ શાળા તંત્ર દ્વારા વિદ્યાર્થીના માતા-પિતાને રૂબરૂ બોલાવીને સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક અસરથી આ વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવાનો કડક નિર્ણય લીધો છે, જ્યારે બીજી તરફ શિક્ષણ વિભાગે પણ આ સમગ્ર બનાવની તપાસ માટેના આદેશો જારી કર્યા છે. મહત્ત્વનું છે કે, આ અંગે DEOએ તપાસના આદેશ આપ્યા હતા.




