Gujarat

આગથળાના પીએસઆઇ ગોસ્વામી ફરિયાદ રૂ.40 હજારની લાંચ લેતા ઝડપાયા

By GS Team
9 Jul 20202 mins read
This article was originally published on 9 Jul 2020
આગથળાના પીએસઆઇ ગોસ્વામી ફરિયાદ રૂ.40 હજારની લાંચ લેતા ઝડપાયા

લાખણી તા.08 જુલાઈ 2020, બુધવાર

બનાસકાંઠા જિલ્લાના આગથળા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર રૃપિયા ૪૦ હજારની લાંચ સ્વીકારતા રંગે હાથે એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં આબાદ ઝડપાઇ ગયા હતા. તેમણે એ ઘટના સંદભે ફરિયાદી પાસેથી ગુનો નોંધવા માટે રૃ.૪૦ હજારની માંગણી કરી હોવાનું ખુલ્યું છે. 

આગથળા પોલીસની હદમાં બનેલી એક ઘટના સંદર્ભે ફરિયાદીએ  ગુનો દાખલ કરવા અરજી  આપી હતી.સામાન્ય  રીતે ફરિયાદ દાખલ કરવી એ ફરજનો ભાગ છે. પરંતુ આ પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા પીએસઆઇ બી.કે.ગૌસ્વામીએ ગુનો દાખલ કરવાને બદલે માત્ર જાણવા જોગ અરજી દાખલ કરી હતી.   ત્યાર બાદ પીએસઆઇએ આ મામલે  ફરિયાદીને ે ગુનો દાખલ કરાવવો હોય તો ૪૦ હજાર રૃપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું. જેથી ફરિયાદી પૈસા આપવા તૈયાર થઇ ગયા હતા અને ડીસામાં લાંચની રકમ આપવાનું નક્કી કર્યું હતું.  આ અંગે અરજદારે બનાસકાંઠા  એસીબીનો સંપર્ક  કર્યો હતો. જેના આધારે એન્ટી કરપ્શન બ્યુરોના પીઆઇ કે.જી.પટેલની ટીમે ડીસા ખાતે આવેલ રાજમંદિર પાસે છટકું ગોઠવ્યું હતું. પીએસઆઇ બી.કે.ગૌસ્વામી પોતાની પ્રાઇવેટ ગાડી લઇને  ડીસા પહોંચ્યા હતા. અહી ફરિયાદીને ગાડીમાં બેસાડીને લાંચની રકમ રૃપિયા ૪૦ હજાર સ્વીકાર્યા હતા.  તે વખતે  એસીબીની ટીમે પીએસઆઇને લાંચની રકમ સાથે રંગેહાથે ઝડપી લીધા હતા. 

આવક કરતા વધુ સંપત્તિની તપાસ કરાશે

લાંચ લેતા ઝડપાયેલાપીએસઆઇ ગૌસ્વામી વિરૃધ્ધ  ગુનો દાખલ કરી  કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે પીએસઆઇના ઘરની પણ તપાસ હાથ ધરવામાં આવશે અને આવક કરતા વધુ સંપતિ હશે તો તેની પણ કાર્યવાહી કરવામાં આવશે.