Get The App

વરાછા બાદ હજીરાઃ રોડ ઉપર પાર્ક કરેલી લકઝરી બસમાં આગ લાગી

Updated: Jan 23rd, 2022

GS TEAM

Google News
Google News
વરાછા બાદ હજીરાઃ રોડ ઉપર પાર્ક કરેલી લકઝરી બસમાં આગ લાગી 1 - image

- ટ્રાન્સફોર્મર પાસે બસ પાર્ક કરેલી હતી : બાજુની બસને બચાવવા લોકોએ ધક્કો મારી દુર ખસેડી

 સુરત :

સુરતના વરાછા-કાપોદ્રા વિસ્તારમાં ટ્રાવેલ્સની બસમાં આગ લાગ્યા બાદ હજીરા રોડ આજે સવારે પાર્ક કરેલી લકઝરી બસમાં આગ લાગતા નાસભાગ થઇ હતી.

ફાયર સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ હજીરાના રોડ મોરાગામ પાસે પોલીસ ચોકી નજીકમાં શુક્રવારે રાત્રે પાર્ક કરેલી ખાનગી લકઝરી બસમાં અચનાક આગ ભભુકી ઉઠી હતી. બસ ભડભડ સળગવવા લાગી હતી. તેથી લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. ત્યાં હાજર લોકોએ તે બસની બાજુમાં પાર્ક કરેલી અન્ય બસને ધક્કા મારીને દુર ખસેડી હતી. આ અંગે ફાયર બ્રગેડને જાણ થતા અડાજણ ફાયર સ્ટેશનથી ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચીને થોડા સમયમાં આગ પર કાબુ મેળ્યો હતો. ઇલેક્ટ્રિક ટ્રાન્સફર્મરની પાસે બસ પાર્ક કરવામાં આવી હતી. જોકે આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી.  આ બનાવમાં કોઈ ઇજા કે જાનહાની થઇ ન હોવાનું ફાયર સુત્રો જણાવ્યુ હતુ.