Gujarat

જામનગરની જિલ્લા જેલમાં કેદીઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા પછી આજે વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરાઈ

By GS Team
21 Jan 20222 mins read
This article was originally published on 21 Jan 2022
જામનગરની જિલ્લા જેલમાં કેદીઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા પછી આજે વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરાઈ

- ૩૦ કેદીઓ તેમજ ૧૨ જેલના સ્ટાફને વેક્સિન ના ડોઝ અપાયા, જેલમાં ૭૫ કેદીને અલગ યાર્ડમાં કોરેન્ટાઇન કરાયા 

જામનગર, તા. 21 જાન્યુઆરી

જામનગરની જિલ્લા જેલમાં કોરોના ની એન્ટ્રી થઈ ગયા પછી હવે વેક્સિનેશન ની પ્રક્રિયા પણ હાથ ધરી લેવામાં આવી છે. જેના અનુસંધાને જેલના કર્મચારીઓને આજે બુસ્ટર ડોઝ અપાયો છે, જ્યારે અન્ય ૩૦ કેદીઓને પ્રથમ તેમજ બીજો વેક્સિનેશનનો ડોઝ અપાયો છે. સાથોસાથ અન્ય ૭૫ જેટલા કેદીઓ માટેની અલગ બેરેક બનાવીને તેમાં કોરેનટાઇન કરીને રાખવામાં આવ્યા છે.

જામનગર ની જિલ્લા જેલમાં કોરોના ની એન્ટ્રી થઈ ગયા પછી તે કેદીઓની સાથે સંપર્કમાં આવેલા તેમજ નવા આવેલા કેદીઓ વગેરે ૭૫ જેટલા કેદીઓ માટે ની આજે જેલની અંદર અલગ બેરેક બનાવી દેવામાં આવી છે, અને તમામ ૭૫ કેદીઓને તેમાં કોરેન્ટાઇન કરીને રાખવામાં આવ્યા છે. જે તમામ ના કોરોના ટેસ્ટ કરી લેવામાં આવ્યા હતા, પરંતુ તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

જ્યારે બે મહિલા સહિતના ૧૬ કેદીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યા હોવાથી આયુર્વેદ હોસ્પિટલમાં કોરેન્ટાઇન કરીને રાખવામાં આવ્યા છે.

જામનગરની જિલ્લા જેલમાં કોરોના આ પ્રવેશ કરી લીધા પછી આજે વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી હતી, જેના અનુસંધાને આજે જામનગરની જિલ્લા જેલમાં ૧૨ કર્મચારીઓને બુસ્ટર ડોઝ આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જેલના કુલ ૩૬ કર્મચારીઓ કે.જે તમામના કોવિડ ટેસ્ટ કરી લેવાયા હતા, અને તમામ ના રિપોર્ટ નેગેટિવ મળ્યા છે.

સાથોસાથ જેલની અંદર રહેલા ૧૩ કેદીઓ કે જેઓને વેક્સિન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત અન્ય ૧૭ કેદીઓ કે જેઓને વેક્સિન નો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.અને એક જ દિવસમાં વેક્સિનેશન ની પ્રક્રિયાને પૂર્ણ કરી લેવામાં આવી હતી.