Gujarat

છેલ્લી ઘડીની રસાકસી પછી ખાડીયા,કુબેરનગરમાં ભાજપ-કોંગ્રેસે એક-એક બેઠક ગુમાવવી પડી

By GS TEAM
29 Apr 20261 min read
છેલ્લી ઘડીની રસાકસી પછી  ખાડીયા,કુબેરનગરમાં ભાજપ-કોંગ્રેસે એક-એક બેઠક ગુમાવવી પડી

 અમદાવાદ,બુધવાર,29 એપ્રિલ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં  કેટલાક વોર્ડની બેઠકો ઉપર છેલ્લી ઘડીની રસાકસી પછી ઉમેદવારની હાર કે જીત થઈ હતી. ખાડીયાના ભાજપના ઉમેદવાર ૪૭૪ મતથી જયારે કુબેરનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર ૫૭૫ મતથી હારતા બંને પક્ષોને આ બે વોર્ડમાં એક-એક બેઠક ગુમાવવી પડી હતી.બાપુનગર અને શાહપુર વોર્ડમાં પાતળી સરસાઈથી કોંગ્રેસના ઉમેદવારોનો પરાજય થયો હતો.

ખાડીયા વોર્ડમાં કુલ ૧૫ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. આ પૈકી ભાજપના પંકજ ભટ્ટ માત્ર ૪૭૪ મતથી હાર્યા હતા.ઉત્તર ઝોનમાં આવેલા કુબેરનગર વોર્ડમાં ગત ટર્મમા કોર્પોરેટર રહેલા નિકુલ સિંહ તોમર આ વખતે પણ ચૂંટણી જંગમાં હતા.આ વખતે ૫૭૫ મત ઓછા મળતા તેમની હાર થઈ હતી.પાતળી સરસાઈથી હારેલા ઉમેદવારોમાં બાપુનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈ ૭૦૦ મતથી હાર્યા હોવાનુ જાણવા મળે છે. શાહપુર વોર્ડમાંથી ગત ટર્મમા કોંગ્રેસના  કોર્પોરેટર રહેલા અકબર ભાટીને આ વખતની ચૂંટણીમાં ૧૬૩૩ મત ઓછા મળતા હાર થઈ હતી.