Get The App

નેશનલ હાઈવે નંબર ૪૮નો ઉપયોગ ટાળવા સૂચના

રોડ શો તરફના માર્ગો બપોરે ૪ વાગ્યાથી સંપૂર્ણપણે બંધ રહેશે

આજે વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
નેશનલ હાઈવે નંબર ૪૮નો ઉપયોગ ટાળવા સૂચના 1 - image

આવતીકાલે સોમવારે અણખોલ ખાતે સરદારધામના ઉદ્ઘાટન સમારોહ અને રોડ શો દરમિયાન જનમેદની એકઠી થવાની હોઈ ટ્રાફિક પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંદર્ભે ડાયવર્ઝન અને

જરૂરી સૂચનાઓ જારી કરી છે,

જે અનુસાર સોમવારે બપોરે ૪ વાગ્યાથી રોડ શો પૂર્ણ ન થાય ત્યાં સુધી ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ, ડમરુ સર્કલથી ગદા સર્કલ અને ડમરુ સર્કલથી મોટનાથ મહાદેવ ત્રણ રસ્તાવાળો માર્ગ સંપૂર્ણપણે બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે આજવા ચોકડીથી સરદાર એસ્ટેટ ચાર રસ્તા અને દુમાડ ચોકડીથી અમિતનગર સર્કલ તરફ જઈ શકાશે.

આ ઉપરાંત કાર્યક્રમમાં ભાગ લેવા વાહનો મારફતે મોટી સંખ્યામાં લોકો પહોંચવાના હોવાથી નેશનલ હાઈવે નંબર ૪૮ ૫૨ બપોરે ૩થી રાત્રે ૯ વાગ્યા સુધી ટ્રાફિક વધુ રહે તેવી શક્યતા છે, જેથી ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સ એસોસિએશનને ટ્રાફિકથી બચવા એમના વાહનો ભારતમાલા હાઈવે અથવા અન્ય માર્ગનો ઉપયોગ કરી પસાર કરાવવા અપીલ કરાઈ છે.

સાથે પોર, કરજણ, વાઘોડિયા, મંજુસર,નંદેસરી સહિતના ઔદ્યોગિક એકમો તથા શૈક્ષણિક સંસ્થાઓને પણ આ સમયગાળા દરમિયાન નેશનલ હાઈવે નંબર ૪૮નો ઉપયોગ ટાળવા જણાવાયું છે.