Gujarat

એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમ , એક જ દિવસમાં મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડથી વધુની આવક

By GS TEAM
26 May 20261 min read
એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમ , એક જ દિવસમાં મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડથી વધુની આવક

  અમદાવાદ,મંગળવાર,26 મે,2026

૩૧ મે સુધી ચાલનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમ અંતર્ગત એક જ દિવસમાં તંત્રને ટેકસ પેટે રુપિયા ૨૪.૯૧ કરોડની આવક મંગળવારે સાંજ સુધીમાં થવા પામી હતી.કુલ ૧૩,૦૪૬ કરદાતાઓએ તેમનો એડવાન્સ ટેકસ ભરતા રુપિયા ૨.૬૯ કરોડનુ ડિસ્કાઉન્ટ આપવામા આવ્યુ હતુ.અત્યાર સુધીમાં કોર્પોરેશનને રુપિયા ૭૬૧.૬૬ કરોડ આવક આ સ્કીમ અંતર્ગત થવા પામી છે.

૯ એપ્રિલથી કોર્પોરેશન તરફથી દર વર્ષથી જેમ આ વર્ષે નિયમિત કરદાતાઓ માટે એડવાન્સ ટેકસ રીબેટ યોજના અમલમા મુકેલી છે.અત્યારસુધીમા આ સ્કીમનો કુલ ૬.૭૭ લાખથી વધુ કરદાતાઓએ લાભ લેતા તેમને રુપિયા ૮૧.૬૯ કરોડ ડિસ્કાઉન્ટ આપવામા આવ્યુ છે.

ઝોન મુજબ કેટલી આવક

ઝોન    આવક(કરોડમાં)

મધ્ય   ૮૮.૭૧

ઉત્તર   ૫૪.૦૨

દક્ષિણ  ૫૩.૪૦

પૂર્વ    ૭૬.૬૭

પશ્ચિમ  ૧૮૯.૧૬

ઉ.પ.   ૧૮૫.૩૪

દ.પ.   ૧૧૪.૩૬