Get The App

સુરેન્દ્રનગરની 4, અમદાવાદની 3 નગરપાલિકામાં વહીવટદારનું શાસન

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરની 4, અમદાવાદની 3 નગરપાલિકામાં વહીવટદારનું શાસન 1 - image

પાટડી અને બારેજમાં  મામલતદાર વહિવટાદર

ધ્રાંગધ્રા, લીંબડી, ચોટીલા, ધોળકા, વિરમગામમાં વહિવટદાર તરિકે પ્રાંત અધિકારીની નિમણૂક કરાઇ

અમદાવાદ - ગુજરાત સરકારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ઝોનની કુલ ૭૧ નગરપાલિકાઓમાં ચૂંટણી સુધી વહીવટ સુચારૃ રાખવા માટે વહિવટદારની નિમણૂક કરી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, ૭૧ પાલિકામાં ૫ વર્ષની મુદત આ માર્ચ ૨૦૨૬માં પૂરી થઈ રહી છે. 

સ્થાનિક કક્ષાએ નગરપાલિકાના રોજના કામકાજ અટકી ન પડે અને સામાન્ય લોકોની સુખાકારી જળવાઈ રહે તે માટે સરકારે ત્યાં વહીવટદારો બેસાડવાનો નિર્ણય લીધો છે. વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા નિર્ણય મુજબ અમદાવાદ જિલ્લાની ત્રણ વિરમગામ, ધોળકા અને બારેજા અને સુરેન્દ્રનગર જિલ્લાની ચાર ધ્રાંગધ્રા, લીંબડી, ચોટીલા અને પાટડી નગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદ્દત પૂર્ણ થયા બાદ આગામી નગરપાલિકાની ચૂંટણી બાદ કારોબારી સમિતિની રચના થાય ત્યાં સુધી વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે.

 

ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ નગરપાલિકાની મુદત પાંચ વર્ષની હોય છે અને મુદત પૂર્ણ થાય તે પહેલાં સામાન્ય ચૂંટણી યોજવાની હોય છે. રાજ્યની અનેક નગરપાલિકાઓની મુદત માર્ચ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની હોવાથી વહીવટી કામકાજમાં વિક્ષેપ ન આવે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

સરકારના આદેશ મુજબ પાણી, ગટર, લાઇટ, સફાઈ સહિત નાગરિકોને મળતી આવશ્યક સેવાઓ ચાલુ રહે તે માટે વહીવટદાર તમામ જરૃરી કામકાજ સંભાળશે. જોકે તેઓ કોઈ નીતિ સંબંધિત નિર્ણય લઈ શકશે નહીં.

 

જિલ્લો  નગરપાલિકા    વહિવટદાર તરીકે નિમણૂક

અમદાવાદ     ધોળકા પ્રાંત અધિકારી, ધોળકા

અમદાવાદ     વિરમગામ      પ્રાંત અધિકારી, ધોળકા

અમદવાદ      બારેજા મામલતદાર ધોળકા

સુરેન્દ્રનગર     ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, ધ્રાંગધ્રા

સુરેન્દ્રનગર     લીંબડી પ્રાંત અધિકારી, લીંબડી

સુરેન્દ્રનગર     ચોટીલા પ્રાંત અધિકારી, ચોટીલા

સુરેન્દ્રનગર     પાટડી  મામલતદાર, પાટડી

 

 

વિરમગામ અને ધોળકા પાલિકામાંમાં પ્રાંત અધિકારી, બારેજામાં મામલતદાર વહીવટદાર

 

અમદાવાદ જિલ્લાની વિરમગામ, ધોળકા અને બારેજા નગરપાલિકાઓમાં આગામી ચૂંટાયેલી પાંખની મુદ્દત પૂર્ણ થવાની છે ત્યારે આગામી નગરપાલિકાની ચૂંટણી બાદ કારોબારી સમિતિની રચના થાય ત્યાં સુધી નગરપાલિકાની કામગીરી માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા વિરમગામ નગરપાલિકામાં વહીવટદાર વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા નિર્ણય મુજબ, વિરમગામ નગરપાલિકાના વહીવટદાર તરીકે વિરમગામ પ્રાંત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ધોળકા નગરપાલિકાની જવાબદારી ધોળકા પ્રાંત અધિકારી સંભાળશે. જ્યારે બારેજા નગરપાલિકાના વહીવટદાર તરીકે ધોળકા મામલતદારને આગામી ચૂંટણી સુધીનું સૂકાન સોંપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની છે. તે પૂર્વે અમદાવાદ જિલ્લાની આ ત્રણ નગરપાલિકાઓમાં વહીવટદારનું શાસન લાગુ કરાયું છે.