Adani Mundra Airport Launches Scheduled Flights with Star Air : કચ્છના અદાણી મુન્દ્રા એરપોર્ટે મંગળવારે સ્ટાર એર સાથેની ભાગીદારી હેઠળ મુંબઈ અને ગોવાને જોડતી પોતાની પ્રથમ ફ્લાઈટ સર્વિસ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
કુલ 8 શહેરો સુધી એર કનેક્ટિવિટી
સ્ટાર એર દ્વારા મુન્દ્રા એરપોર્ટના અત્યાધુનિક ટર્મિનલ પરથી શરૂ કરાયેલી 8 નવી હવાઈ સેવાઓ દેશના વેપાર, વાણિજ્ય, લોજિસ્ટિક્સ અને ટુરિઝમ માટે એક એક્સપ્રેસ કોરિડોર તૈયાર કરશે. આનાથી મુસાફરીના સમયમાં મોટો ઘટાડો થશે અને તે ભારતના સૌથી મોટા ખાનગી પોર્ટ 'મુન્દ્રા પોર્ટ'ના આર્થિક એન્જિનને વધુ ગતિ આપશે. મુંબઈ અને ગોવા ઉપરાંત સ્ટાર એર મુન્દ્રાને દેશના અન્ય મુખ્ય 6 શહેરો એટલે કે હિંડન ( ગાઝિયાબાદ ), સુરત, બેલગાવી, બેંગલુરુ, કોલ્હાપુર અને નાંદેડ સાથે પણ સીધું કનેક્ટ કરશે.
એરપોર્ટની મુખ્ય ખાસિયતો
- એરપોર્ટ પર એક 1,900 મીટર લાંબો રનવે તૈયાર કરવામાં આવ્યો છે, જે પેસેન્જર અને કાર્ગો એરક્રાફ્ટની વિશાળ શ્રેણીને હેન્ડલ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે.
- આ ઉપરાંત ટર્મિનલમાં વિશાળ પાર્કિંગ સ્પેસ, મલ્ટીપલ ચેક-ઇન કાઉન્ટર્સ, આરામદાયક લાઉન્જ અને ફૂલ-સર્વિસ ફૂડ કોર્ટ બનાવવામાં આવી છે.
- સામાન્ય મુસાફરોની સગવડતા માટે એરપોર્ટ પર વ્હિલચેરની સુવિધાઓ અને સમર્પિત પેસેન્જર ડ્રોપ-ઓફ ઝોન સાથે સંપૂર્ણ એક્સેસિબિલિટી આપવામાં આવી છે.
એરપોર્ટના કારણે મુન્દ્રા પોર્ટ વધુ કાર્યક્ષમ બનશે
નોંધનીય છે કે આ એરપોર્ટના કારણે દેશના સૌથી મોટા પ્રાઈવેટ પોર્ટ એટલે કે મુન્દ્રા પોર્ટ અને દેશના સૌથી મોટા SEZના આર્થિક એન્જિનને બૂસ્ટ કરવામાં મદદ મળશે. આ ઉપરાંત એરપોર્ટની મદદથી મુન્દ્રા પોર્ટ પર થતો બિઝનેસ વધુ કાર્યક્ષમ બનશે. આ પ્રીમિયર એરપોર્ટ અદાણી ગ્રુપને તેના પોર્ટ અને એવિએશન ઓપરેશન્સ વચ્ચે એક સુચારું સમન્વય બનાવવામાં મદદ કરશે.
મુખ્ય એરલાઇન પાર્ટનર: સ્ટાર એર (Star Air)
કુલ કનેક્ટેડ શહેરો: મુંબઈ, ગોવા, હિંડન, સુરત, બેલગાવી, બેંગલુરુ, કોલ્હાપુર અને નાંદેડ
રનવેની લંબાઈ: 1,900 મીટર
ટર્મિનલ સુવિધાઓ: વિશાળ પાર્કિંગ, મલ્ટીપલ ચેક-ઇન કાઉન્ટર્સ, લાઉન્જ, ફૂડ કોર્ટ
દેશના 8 ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપના હાથમાં
નોંધનીય છે કે આ સિવાય અદાણી ગ્રુપ હાલમાં દેશના 8 ઇન્ટરનેશનલ એરપોર્ટ્સનું સંચાલન કરે છે. જેમાં નવી મુંબઈ, મુંબઈ, અમદાવાદ, જયપુર, લખનૌ, તિરુવનંતપુરમ, મેંગલુરુ અને ગુવાહાટી એરપોર્ટ સામેલ છે.


