Gujarat

ખંડણી સહિતની 5 ફરિયાદ થતાં ખાનગી ન્યૂઝ ચેનલના CMDની રિવોલ્વરનું લાયસન્સ રદ કરવા કાર્યવાહી

By GS TEAM
8 Nov 20251 min read
ખંડણી સહિતની 5 ફરિયાદ થતાં ખાનગી ન્યૂઝ ચેનલના CMDની રિવોલ્વરનું લાયસન્સ રદ કરવા કાર્યવાહી

વડોદરાઃ શહેરની ખાનગી ન્યૂઝ ચેનલના સી.એમ.ડી.ગિરીશ સોલંકીની સામે પાંચ પાંચ ફરિયાદ નોંધાયા બાદ તેમની રિવોલ્વર નું લાયસન્સ રદ કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

કલાલી વિસ્તારમાં સીએમ પટેલ ફાર્મની સામે વિસેન્ઝા હાઇડેક ખાતે રહેતા અને ખાનગી ન્યૂઝ ચેનલ ચલાવતા ગિરીશ નાનજીભાઇ સોલંકી સામે એક સપ્તાહમાં ખંડણીની ત્રણ ફરિયાદ નોંધાઇ છે.જ્યારે, હથિયારનામાના ભંગ તેમજ દારૃબંધીના ભંગની પણ એક એક ફરિયાદ નોંધાઇ છે.

ક્રાઇમ  બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવ્યા બાદ હજી કાર્યવાહી ચાલી રહી છે.આરોપી ગિરીશ સોલંકીએ લાયસન્સ વાળી રિવોલ્વર બતાવીને ખંડણી વસૂલી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા હવે કબજે લીધેલી રિવોલ્વરનું લાયસન્સ રદ કરવા તજવીજ કરાઇ છે.