Gujarat

જિલ્લા પંચાયતે કરેલી કાર્યવાહી , અમદાવાદ જિલ્લામાં મા યોજનાના સાત બોગસ કાર્ડ તપાસમાં મળી આવ્યાં

By GS Team
3 Mar 20221 min read
This article was originally published on 3 Mar 2022
જિલ્લા પંચાયતે કરેલી કાર્યવાહી , અમદાવાદ જિલ્લામાં મા યોજનાના સાત બોગસ કાર્ડ  તપાસમાં મળી આવ્યાં

    અમદાવાદ,બુધવાર,2 માર્ચ,2022

અમદાવાદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હસ્કતની કચેરીમાં કરાયેલી કાર્યવાહી દરમ્યાન મા યોજનાના સાત બોગસ કાર્ડ તપાસમાં મળી આવતા આ પ્રકારના કાર્ડ કાઢનારા પાસેથી કાર્ડ દીઠ રુપિયા એક હજાર અને મંજુરી આપનારા પાસેથી કાર્ડ દીઠ રુપિયા પાંચસોની વસૂલાત કરવામાં આવી હતી.

જિલ્લામાં પીએમજેવાય યોજના હેઠળ આપવામાં આવતા શંકાસ્પદ એવા ૨૪ કાર્ડની ચકાસણી હાથ ધરવામાં આવતા સાત બોગસ કાર્ડ મળી આવ્યા હતા.બોગસ કાર્ડ અંગેની ગાઈડલાઈન મુજબ,આ પ્રકારના કાર્ડ કાઢનાર તથા મંજુરી આપનારા પાસેથી કુલ ૧૦,૫૦૦ની રકમ દંડ પેટે વસૂલી આ રકમ રાજય સરકારના બેંક ખાતા ગુજરાત હેલ્થ પ્રોટેકશન સોસાયટીમાં જમા કરાવવાની સાથે તમામ બોગસ કાર્ડ ડીસેબલ કરવામાં આવ્યા હતા.બોગસ કાર્ડ કાઢનાર તથા મંજુરી આપનારાના આઈ.ડી.રાજયકક્ષાએથી તાત્કાલિક બંધ કરવા રજૂઆત કરવામાં આવી છે.