Get The App

પાણી ખેંચવા મોટર ચલાવનારાઓ સામે કાર્યવાહી

૩૮ ગેરકાયદે કનેક્શન કાપ્યાં, પ ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરાઈ

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનમાં ચેકિંગ

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
પાણી ખેંચવા મોટર ચલાવનારાઓ સામે કાર્યવાહી 1 - image


શહેરના દક્ષિણ ઝોનના વોર્ડ નં. ૧૬, ૧૭, ૧૮ અને ૧૯ના વિવિધ વિસ્તારોમાં પાણીના ઓછા પ્રેશર અને પાણી ન મળવાની વ્યાપક ફરિયાદોને પગલે મ્યુનિ.કોર્પોરેશને આજે તપાસ હાથ ધરી હતી.

ગેરકાયદે પાણી ખેંચવાના કારણે લાઈનના છેવાડે આવેલા મકાનો અને સોસાયટીઓમાં પાણીનું પ્રેશર ઘટી જતું હતું, જેના પરિણામે અનેક પરિવારોને પૂરતો પાણી પુરવઠો મળતો ન હતો, જેથી પાણી પુરવઠા વિભાગ અને મોટર સ્ક્વોડની ટીમે સંયુક્ત રીતે તપાસ શરુ કરી હતી.

આ દરમિયાન મકરપુરા સ્થિત રોયલ ગાર્ડન, અલવા નાકા વિસ્તારની વિવિધ સોસાયટીઓ તેમજ હીરાબાનગર (શાંતિનગર) સહિતના વિસ્તારોમાંથી પાણીના ૩૮ ગેરકાયદે કનેક્શન શોધી કાઢી આ તમામ કનેક્શનો કાપી નખાયા હતા.

આ ઉપરાંત, ડાયરેક્ટ લાઇન પરથી પાણી ખેંચવા માટે લગાવવામાં આવેલી પાંચ ઇલેક્ટ્રિક મોટરો પણ જપ્ત કરાઈ હતી, જેમાં મકરપુરા એરફોર્સ પાછળ આવેલી સાઈધામ સોસાયટી, બાદશાહનગર, કૃષ્ણાનગર (ઘાઘરેટિયા) તેમજ માંજલપુરની શિવમ સોસાયટી જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.