27 વર્ષથી જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન નોંધાયેલા ગુનામાં છેલ્લા 27 વર્ષેથી નાસ્તા-ફરતા આરોપી ને પોલીસે ઝડપી પાડ્યો છે.
જામનગરની એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો નાસતા ફરતા ગુનેગારો ને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહ્યાં હતા.
દરમ્યાન સ્ટાફને મળેલ બાતમી આધારે સીટી બી ડીવિ.પો.સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં છેલ્લા 27 વર્ષથી નાસતા-ફરતા લીસ્ટેડ આરોપી રાજુભાઇ ભનુભાઇ માંડવીયા (રહે, કામરેજ ચોકડી દાદા ભગવાન કોમ્પલેક્ષ જજી/1 ફલેટ નંબર-1002. સુરત ) આરોપીને સુરત થી પકડી પાડયો હતો. અને વઘુ કાર્યવાહી માટે સીટી બી ડીવી.પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો છે.
આ કામગીરી એસ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ. તથા પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર વગેરે દ્વારા કરવામાં આવી હતી.








