Gujarat

જમીનમાં ખાડો ખોદીને દારૃ વેચતો આરોપી પકડાયો

By GS Team
24 Feb 20221 min read
This article was originally published on 24 Feb 2022
જમીનમાં ખાડો ખોદીને દારૃ વેચતો આરોપી પકડાયો

 વડોદરા,તરસાલીની સોમનાથનગર  સોસાયટીમાં  રહેતો પ્રવિણ ઉર્ફે લાલો કાંતિભાઇ પંચાલ અયોધ્યાનગર સોસાયટીની પાછળ આવેલા ખુલ્લા ખેતરમાં ખાડો ખોદીને વિદેશી દારૃનો જથ્થો સંતાડીને તેનું વેચાણ કરે છે.જેથી,ઝોન-૩ એલ.સી.બી.પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે  જઇને તપાસ કરતા આરોપી પ્રવિણ મળી આવ્યો હતો.પોલીસે તેની પાસેથી વિદેશી દારૃની અલગ અલગ સાઇઝની બોટલો કબજે લીધી હતી.પોલીસે કુલ રૃપિયા ૨૬,૨૭૫ નો દારૃ   કબજે લીધો છે.જ્યારે દારૃ સપ્લાય કરનાર રાજસ્થાનના બ્રિજેશ મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો છે.