Gujarat

જામનગર જિલ્લામાંથી સગીરાના અપહરણ અને દુષ્કૃત્યના કેસમાં આરોપીને 10 વર્ષની જેલ સજા

By GS TEAM
14 Mar 20261 min read
TukuTouch Logo
જામનગર જિલ્લામાં વર્ષ 2022માં એક સગીરા સાથે દુષ્કૃત્ય અંગેના કેસમાં અદાલતે આરોપીને 10 વર્ષની જેલ સજા અને રૂ.17 હજારના દંડનો હુકમ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાંથી સગીરાના અપહરણ અને દુષ્કૃત્યના કેસમાં આરોપીને 10 વર્ષની જેલ સજા

Jamnagar Court : જામનગર જિલ્લામાં વર્ષ 2022માં એક સગીરા સાથે દુષ્કૃત્ય અંગેના કેસમાં અદાલતે આરોપીને 10 વર્ષની જેલ સજા અને રૂ.17 હજારના દંડનો હુકમ કર્યો છે. 

આ કેસની વિગતો મુજબ વર્ષ 2022માં ઉત્તર ગુજરાતના જિલ્લાના એક ગામનો ખેત મજુર પરિવાર લાલપુર તાલુકાના એક ગામે મજુરી કામ કરવા આવ્યો હતો. આ દરમિયાન ખેત મજુર દંપતી વતનમાં ગયા હતા, ત્યારે પાછળથી 3 વર્ષ અને 1 માસની પુત્રીને કનુ કજભાઈ બારીયા નામના શખસે લાલચ આપીને બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ગયાની ફરિયાદ લાલપુર પોલીસમાં નોંધાઈ હતી. 

તેથી શોધખોળના અંતે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, તેમજ આ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અગેઈન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો) કાયદાની ખાસ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 

આ કેસ ચાલી જતાં પોક્સો અદાલતે પુરાવા, સરકારી વકીલ મુકેશભાઈ જાનીની રજુઆતો વગેરેને ગ્રાહ્ય ગણીને બંને પક્ષોને સાંભળીને આરોપીને તકસીરવાન ઠેરવી અપહરણના ગુનામાં 7 વર્ષની, અને દુષ્કર્મના કેસમાં 10 વર્ષની જેલ સજા અને રૂ.17 હજારનો દંડ કરતો હુકમ ફરમાવ્યો હતો.