Gujarat

ઇન્ટરનેટ ડોંગલના નામે 29,000 ની છેતરપિંડીના કેસનો આરોપી 13 વર્ષે મુંબઈની હોટલમાંથી પકડાયો

By GS TEAM
21 Mar 20261 min read
TukuTouch Logo
કાયદાની ચુંગાલમાંથી કોઈ બચી શકતું નથી અને પોલીસ ગુનેગારને ગમે ત્યાંથી શોધી શકે છે તે સાબિત કરતો કિસ્સો વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્ટરનેટ ડોંગલના નામે 29,000 ની છેતરપિંડીના કેસનો આરોપી 13 વર્ષે મુંબઈની હોટલમાંથી પકડાયો

Vadodara Police : કાયદાની ચુંગાલમાંથી કોઈ બચી શકતું નથી અને પોલીસ ગુનેગારને ગમે ત્યાંથી શોધી શકે છે તે સાબિત કરતો કિસ્સો વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો છે. 

વડોદરાની એક ઓફિસ માટે મે 2013માં ઇન્ટરનેટ ડોંગલ સપ્લાય કરવાના નામે નંદિની એસોસિયેટ્સ પ્રાલીના નામે વાતચીત કરવામાં આવી હતી અને 29 હજાર રૂપિયા મેળવ્યા બાદ ડોંગલ સપ્લાય કરવામાં નહીં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ આરોપી દીપક ગોપીકિશન અરોરા (મોહિત હાઉસ, અંધેરી વેસ્ટ, મુંબઈ મૂળ જોધપુર) ને લાંબા સમયથી શોધી રહી હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વોન્ટેડ ગુનેગારોને શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ઉપરોક્ત આરોપી ગોરેગાવની કોમ્ફી ઇન હોટલમાં રોકાયો હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા ઉપરોક્ત હોટલ શોધી આરોપીને શોધી કાઢ્યો હતો. આરોપીના પાસે ઓળખના દસ્તાવેજ મેળવ્યા બાદ તેને વડોદરા લાવી બાપોદ પોલીસને સોંપવા તજવીજ કરવામાં આવી રહી છે.