Gujarat

રૃા.૨ લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને ૧૦ મહિનાની કેદ

By GS Team
3 Mar 20221 min read
This article was originally published on 3 Mar 2022
રૃા.૨ લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને ૧૦ મહિનાની કેદ

સુરત

બમણી રકમનો દંડઃ પીવીસી દરવાજા -વીન્ડોની ઉધાર ખરીદીના પાર્ટ પેમેન્ટ પેટે આપેલા એક લાખના બે ચેક રીટર્ન થયા હતા

રૃ.2 લાખના ચેક રીટર્નના કેસમાં આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ વિક્રમ કે.સોલંકીએ દોષી ઠેરવી 10 માસની કેદ,નકરાયેલા ચેકની બમણી રકમ ચાર લાખ ફરિયાદીને ત્રીસ દિવસમાં વળતર ન ચુકવે તો વધુ ચાર માસની કેદની સજા ફટકારી છે.

રીંગરોડ અરિહંત ટેક્સટાઈલ માર્કેટ ખાતે રૃદ્વટેકના નામે પીવીસી સેકશન,ડોર-વીન્ડોના વેચાણ સાથે સંકળાયેલા ફરિયાદી ભેરુસિંહ સુમેરસિંહ રાજપુરોહિતે જુલાઈ-2018માં પટેલ  એસોસિયેટ્સના આરોપી સંચાલક પરેશકુમાર કાલુભાઈ બેલડીયા (રે.ઈશ્વારનગર, એ.કે.રોડ)ને કુલ રૃ.13.92 લાખનો માલ ઉધાર વેચાણ આપ્યો હતો. જે પૈકી 11.76  લાખના લેણાં ચુકવ્યા બાદ બાકીના કુલ રૃ.2.5 લાખના પાર્ટ પેમેન્ટ પેટે આરોપીએ એક લાખના એક એવા બે ચેક લખી આપ્યા હતા. જે રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી. સુનાવણી બાદ કોર્ટે આરોપીને દોષી ઠેરવી જણાવ્યું હતું કે આરોપીને સજા કરવામાં ન આવે તો લોકોને બેંકીંગ ક્ષેત્રના વ્યવહારો પરથી વિશ્વાસ ઉઠવા સાથે આવી ગુનાખોરીને પ્રોત્સાહન મળે તેમ છે.