Get The App

માંજલપુર ગામમાં વિદેશી દારૂનો ધંધો કરતો આરોપી 539 બોટલ સાથે પકડાયો

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
માંજલપુર ગામમાં વિદેશી દારૂનો ધંધો કરતો આરોપી 539 બોટલ સાથે પકડાયો 1 - image

Vadoadra Liquor Case : વડોદરામાં પીસીબી પોલીસને માહિતી મળી હતી કે માંજલપુર ગામ કુંભારવાડા ફળિયામાં રહેતો ભાવેશ ઉર્ફે ભાવુ સોલંકી તેના ઘરની પાછળના શેડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા ભાવેશ સોલંકી મળી આવ્યો હતો. તેના મકાનની પાછળના શેડમાંથી પોલીસે 2.43 લાખ રૂપિયાની 539 વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી. દારૂ અંગે પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો કરણ કદમ તથા તુષાર અને અજય આહુજા પાસેથી લીધો હતો અને છૂટકમાં વેચાણ કરું છું.