Get The App

ધ્રાંગધ્રામાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રામાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા 1 - image

- સજાની સાથે રૂપિયા પરત કરવા પણ આદેશ

- હાથ ઉછીના લીધેલા રૂ. 93,000 નો ચેક રીટર્ન થતાં કોર્ટમાં કેસ દાખલ થયો હતો 

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રામાં ચેક રીટર્ન કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી છે. હાથ ઉછીના લીધેલા રૂ.૯૩,૦૦૦નો ચેક રીટર્ન થતાં કોર્ટમાં કેસ દાખલ થયેેલા કેસમાં કોર્ટે સજાની સાથે રૂપિયા પરત કરવા પણ આદેશ કર્યો છે.

ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતા છત્રપાલસિંહ ઝાલા પાસે વર્ષ ૨૦૨૫માં હિરેનભાઇએ ૦૧ લાખ રૂપિયાની જરૂર હોવાથી હાથ ઉછીના આપવા માટે માંગણી કરી હતી. પરંતુ છત્રપાલસિંહ પાસે રૂ.૯૩,૦૦૦ જ હોવાથી હિરેનભાઇને આપ્યા હતા. 

જેની સામે હિરેનભાઇએ બેંક ઓફ બરોડાનો ચેક આપ્યો હતો અને એક મહિનામાં રૂપિયા પરત આપી દેવાનો વાયદો કર્યોે હતો. પરંતુ સમયસર રૂપિયા પરત નહીં આપતા અંતે ચેક બેંકમાં જમા કરાવતા રીટર્ન થયો હતો. જે અંગેનો કેસ ધ્રાંગધ્રા સિનિયર સિવિલ કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષની દલીલ અને ચેક સહિતના પુરાવાને ધ્યાને લઈ આરોપી હિરેનભાઇ વાલજીભાઈ હડિયલને ૦૧ વર્ષની સજા તથા રૂ.૯૩,૦૦૦ દંડની રકમ વળતર તરીકે ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો હતો.