Get The App

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા

કારના ગીયર બોક્સમાં ડ્રગ્ઝ છુપાવવામાં આવ્યું હતું

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા 1 - image

વડોદરા : સુરતથી ડ્રગ્ઝનો જથ્થો લઇને વડોદરા સપ્લાઇ કરવા માટે જઇ રહેલા ડ્રગ્ઝ માફીયાઓને પોલીસે કરજણ ટોલનાકા પાસેથી ઝડપી પાડી તેમની પાસેથી રૃા.૨૦ લાખની કિંમતનું મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસ કરજણની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે એક આરોપીને એનડીપીએસના ગુનામાં કસુરવાર ઠેરવી ૧૨ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૃા.૧ લાખનો દંડ ફટકાર્યો હતો. આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો આદેશ કરી અન્ય બે આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, તા.૧૭ જૂન ૨૦૨૩ના રોજ વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી કે સુરતનો દિલશાદ શેખ અર્ટીગા કારમાં ડ્રગ્સ લઈને વડોદરા તરફ આવી રહ્યો છે. પોલીસે કરજણ પોલીસ સ્ટેશનની હદમાં ભરથાણા ટોલનાકા પાસે વોચ ગોઠવી કારને આંતરી હતી. તપાસ દરમિયાન કારના ગીયર બોક્સના ઉપરના ભાગે બનાવેલા ગુપ્ત ખાનામાંથી ૨૦૦ ગ્રામ મેફેડ્રોન (સ્ઘ) ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત આશરે ૨૦ લાખ રૃપિયા આંકવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી દિલશાદની ધરપકડ કરી ડ્રગ્સ, કાર અને મોબાઈલ સહિત કુલ ૨૫.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

તપાસમાં ડ્રગ્ઝનો જથ્થો મુંબઇના સલીમ પાસેથી લાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું. જ્યારે ડ્રગ્ઝનો જથ્થો સુનીલ પાવા અને દેવેન્દ્રસિંહ નામના શખ્સને આપવાનો હોવાનું સપાટી પર આવતા આ બન્ને શખ્સની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ આર.એમ. જ્ઞાાનચંદાનીએ દલીલ કરી હતી કે, મુખ્ય આરોપીના કબજામાંથીમાદક પદાર્થ મળી આવ્યો છે.ે એફ.એસ.એલ. રિપોર્ટમાં પણ પદાર્થ મેફેડ્રોન હોવાનું સાબિત થયું છે.

બંને પક્ષોની રજૂઆતો અને પુરાવાઓ ધ્યાને લઇન્યાયાધીશે આરોપી દિલશાદને એનડીપીએસના ગુનામાં કસુરદાર ઠેરવી ૧૨ વર્ષની સજા કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે, જે તે સમયે દિલશાદ શેખ પોતે ગાડી ચલાવતો હતો અને તેની હાજરીમાં જ ડ્રગ્સ મળી આવ્યું હોવાથી તેનો ગુનામાં રોલ સ્પષ્ટ થાય છે. જ્યારે અન્ય બે આરોપીને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા.