Gujarat

ચાની દુકાનની આડમાં વિદેશી દારૃ વેચતો આરોપી ઝડપાયો

By GS TEAM
3 Nov 20251 min read
ચાની દુકાનની આડમાં વિદેશી દારૃ વેચતો આરોપી ઝડપાયો

વડોદરા,ગોત્રી વાસણા રોડ પર ચાની દુકાનની આડમાં દારૃનો ધંધો કરતા  આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે. 

ગોત્રી વી.એમ.સી. ક્વાટર્સમાં રહેતો પીયૂષ ઉર્ફે લખન ભાવસાર ગોત્રી વાસણા  રોડ વ્રજ વેણુ હોસ્પિટલની સામે ચા બિસ્કીટની દુકાનની આડમાં તેના માણસ કિશન શાહુ મારફતે દારૃનો ધંધો કરે છે.જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા કિશન બબલુકુમાર શાહુ (રહે. એલાઇટ હાર્મની, બંસલ મોલની પાછળ, ગોત્રી વાસણા  રોડ) ઝડપાઇ ગયો હતો. જ્યારે પીયૂષ ભાવસારને પકડવાનો બાકી છે. પોલીસે દારૃની ૫૧ બોટલ કિંમત રૃપિયા ૧૫,૫૯૦ ની કબજે કરી છે.

કારેલીબાગ નાગરવાડા પ્રકાશનગર સાંઇબાબા ચોક પાસે રહેતો પિન્ટુ ગોપાલભાઇ માળી વિદેશી દારૃનો ધંધો કરતો હોવાની માહિતી મળતા પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને પિન્ટુને ઝડપી પાડયો હતો.  પોલીસે તેની પાસેથી દારૃની ૧૩૬ બોટલ કિંમત રૃપિયા ૪૫,૦૨૫ ની કબજે કરી છે. જ્યારે એમ.પી.ના જુગ્નુને વોન્ટેડ જાહેર કર્યો છે.