Gujarat

સાયલા-ચોટીલા હાઈવે પર આઈશર-બાઈક વચ્ચે ટક્કર, 8 વર્ષના માસૂમનું મોત, 3 ઈજાગ્રસ્ત

By GS TEAM
25 Mar 20261 min read
TukuTouch Logo
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. સાયલા નજીક આવેલા વખતપર ગામના બોર્ડ પાસે એક પૂરપાટ ઝડપે આવતા આઈશર ટ્રક અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક 8 વર્ષના નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે એક મહિલા સહિત પરિવારના અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાયલા-ચોટીલા હાઈવે પર આઈશર-બાઈક વચ્ચે ટક્કર, 8 વર્ષના માસૂમનું મોત, 3 ઈજાગ્રસ્ત

Sayla Chotila Accident : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. સાયલા નજીક આવેલા વખતપર ગામના બોર્ડ પાસે એક પૂરપાટ ઝડપે આવતા આઈશર ટ્રક અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક 8 વર્ષના નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે એક મહિલા સહિત પરિવારના અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ક્યાં સર્જાયો અકસ્માત

મળતી માહિતી મુજબ, બાઈક સવાર પરિવાર વખતપર ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આઈશર ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે 8 વર્ષના બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.


ઈજાગ્રસ્તોની હાલત ગંભીર 

અકસ્માતમાં ઘાયલ થયેલા એક મહિલા અને અન્ય બે વ્યક્તિઓને તાત્કાલિક 108 મારફતે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાગ્રસ્તો પૈકી એકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક સારવાર બાદ ત્રણેય ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.


પોલીસે શું કરી કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ સાયલા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતક બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હાઈવે પર અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.