Gujarat

નેશનલ હાઇવે 48 પર વેસ ગામના પાટિયા પાસે સુરત જતી કારનું ટાયર ફાટતા અકસ્માત

By GS Team
14 Feb 20221 min read
This article was originally published on 14 Feb 2022
નેશનલ હાઇવે 48 પર વેસ ગામના પાટિયા પાસે સુરત જતી કારનું ટાયર ફાટતા અકસ્માત

નવસારી, તા. 14 ફેબ્રુઆરી

નવસારી નેશનલ હાઇવે 48 પર અકસ્માતની ઘટના બની છે. વેસ ગામના પાટિયા પાસે સુરત જતી કારનું ટાયર ફાટતા આ અકસ્માત થયો હતો.  

રસ્તા પર જઈ રહેલી કાર શ્રમિકોના થ્રી વ્હીલર ટેમ્પો સાથે અથડાઈ હતી અને દુર્ઘટના સર્જાઈ હતી. મહારાષ્ટ્રના 17 જેટલા મજૂરો ભરીને જતા ટેમ્પો સાથે કારનો અકસ્માત થયો હતો.

ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.