Gujarat
જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં 7 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવાયો
By GS TEAM
19 Dec 20251 min read
જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર તથા ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા સ્ટાફના માણસો નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા વર્કઆઉટ કરી રહ્યા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર તથા ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા સ્ટાફના માણસો નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા વર્કઆઉટ કરી રહ્યા હતા.
દરમ્યાન સ્ટાફને બાતમી મળી હતી કે જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં સાત વર્ષ પહેલા અપહરણ અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે ગુન્હામાં નાસતા-ફરતા આરોપી સંજયભાઇ કિશોરભાઇ મકવાણા (રહે. મુળ જાળીયા દેવાણી તા.ધ્રોલ જી.જામનગર હાલ રહે ગ્રીનલેન્ડ ચોકડી પાસે માર્કેટીંગ યાર્ડ પાછળ માલધારી સોસાયટી, રાજકોટ) વાળાની તપાસ કરતા આરોપીને રાજકોટથી ઝડપી લીધો હતો. અને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યો હતો.