Gujarat
મહી કેનાલમાં ગાબડુ પડતા 70 વિઘા જેટલા ખેતરમાં પાણી ફરી વળ્યું
By GS Team
28 Dec 20211 min read
This article was originally published on 28 Dec 2021

- માવઠારૂપી કુદરતની થપાટ વચ્ચે
- સવારની ઘટનામાં મોડે સુધી જવાબદાર અધિકારીઓ ફરક્યા નહીં : ખેડૂતોની હાલત કફોડી બની
નડિયાદ : ખેડા જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યા બીજી તરફ મહુધાના સાસ્તાપુર ખલાડી રોડ ઉપર આવેલી મહી કેનાલમાં ગાબડુ પડતા લાખ્ખો લીટર પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
મહી કેનાલમાં આજે સવારના ૧૦.૩૦ની આસપાસ સામાન્ય ગાબડુ પડયુ હતુ.જેથી આ અંગે કેનાલ વિભાગના અધિકારીઓને જાણ કરી હતી.જો કે સાંજના પાંચ વાગ્યા સુધી કેનાલના કોઇ અધિકારી સ્થળ પર ફરક્યુ ન હતુ.જેથી કેનાલમાં અવિરત પાણીનો પ્રવાહ વહેતા આસપાસના ૬૦થી ૭૦ વિઘા જમીનમાં પાણી ફરી વળ્યા હતા. એક તરફ કુદરતનો માર તો બીજી તરફ કેનાલ તુટતા ખેડુતોની સ્થિતી કફોડી થઇ છે.




