Get The App

માલઢોર વેચવા મુદ્દે પાળિયાદના યુવકને માર મારી ધમકી આપી

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
માલઢોર વેચવા મુદ્દે પાળિયાદના યુવકને માર મારી ધમકી આપી 1 - image

બોટાદ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ચાર શખ્સોએ ધોલધપાટ અને ઢીંકાપાટુંનો માર માર્યો

ભાવનગર: પાળિયાદના યુવકને ચાર શખ્સોએ માલ ઢોર વેચવા મુદ્દે ધોલધપાટ કરી ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ બોટાદ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદના પાળિયાદ ખાતે રહેતા કિશનભાઈ વલકુભાઈ સાઢમીયાએ બોટાદ પોલીસ મથકમાં બાલા ઈસાભાઈ ખાટકી, ઈદ્રા ઈસાભાઈ, પકા ફકીર અને અલીભાઈનો જમાઈ જાડીયો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓ માલઢોર વેચતા હોય અને ઉક્ત લોકોને આપતા ના હોય જેની દાઝ રાખી તેમને ખાટકીવાડમાં જોઈ જતાં તેમને અપશબ્દો કહી ઢીકાપાટુંનો માર મારી તાજપર સર્કલે બોલાવી માલઢોર અમને નહી આપીશ તો જાનથી મારી નાખી છરો બતાવી પતાવી નાખીશું તેવી ધમકી આપી માથા અને પેટમાં ઢીકાપાટુનો માર માર્યો હતો. આ અંગે બોટાદ પોલીસે ગુનો નોંધ્યો છે.