Get The App

લાલપુર નજીક મેઘપર ગામે રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું બાથરૂમમાં બેભાન થતાં મૃત્યુ : હાર્ટ એટેકની આશંકા

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
લાલપુર નજીક મેઘપર ગામે રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું બાથરૂમમાં બેભાન થતાં મૃત્યુ : હાર્ટ એટેકની આશંકા 1 - image

Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા એક પરપ્રાંતિય શ્રમિક યુવાનનું અચાનક મોત થતાં ચકચાર મચી છે. મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુ અંગેની બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ નોંધ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ તા.18/04/2026 ના રોજ રાત્રે 11.00 વાગ્યા દરમિયાન મેઘપર ગામે કેનેરા બેંક નજીક ભાડાના રૂમમાં રહેતા ગુલશનસિંહ સવિંદરસિંઘ (ઉંમર 31), મૂળ અમૃતસર (પંજાબ)ના રહેવાસી અને હાલ મજૂરી કામ કરતા હતા, તેઓ પોતાના રૂમમાં બાથરૂમમાં ન્હાવા માટે ગયા હતા.

આ દરમિયાન તેઓ બાથરૂમમાં અચાનક બેભાન થઈ ગયા હતા. પ્રાથમિક રીતે હાર્ટ એટેક આવ્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરી તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકની સાથે રહેતા ચમકોરસિંગ કશ્મીરસિંઘે પોલીસને જાણ કરતાં મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના એએસઆઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.