કોલવડા-સોનીપુર રોડ પર જીવલેણ અકસ્માત
કોલવડાના રહેવાસી બે મિત્રો ભોજન લીધા બાદ રાત્રીના સમયે ચાલવા નીકળ્યા હતાં ઃ બીજો યુવાન પણ ઇજાગ્રસ્ત
ગાંધીનગર ઃ ગાંધીનગરના કોલવડા વિસ્તારમાં રહેતા બે યુવાનો ભોજન લીધા બાદ રાત્રે ચાલવા નીકળ્યા હતાં. દરમિયાન પુરપાટ વેગે આવેલા મોટર સાઇકલે બન્ને પાછળથી ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતના પગલે બન્ને મિત્રો ઘાયલ થઇ ગયા હતાં. તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં એક યુવાનનું મૃત્યુ થવાથી પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પેથાપુર પોલીસ સ્ટેશનના સુત્રોમાંથી જાણવા મળ્યાં પ્રમાણે
અકસ્માતના આ બનાવમાં કોલવડાના ચામુંડાનગર વિસ્તારમાં રહેતાં ૨૭ વષય રણજીત હરિભાઇ
પ્રજાપતિ નામના યુવાનનું મૃત્યુ થયુ હતું. જ્યારે તેના મિત્ર આનંદ અજમલજી ઠાકોરને
ઇજા પહોંચી હતી. પોલીસ દ્વારા અકસ્માન બનાવ સંબંધે આનંદ ઠાકોરની ફરિયાદ પરથી મોટર
સાઇકલના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે
રણજીત અને આનંદ બન્ને મિત્રો ભોજન લીધા બાદ ઇવનિંગ વોકમાં નીકળ્યા હતાં અને બાદમાં
ઘરે પરત ફરી રહ્યા હતાં. આ સમયે કોલવડા,
સોનીપુર રોડ પર ચાલી રહ્યા હતાં. તે દરમિયાન પાછળથી આવતા બાઇકના ચાલકે બન્ને
ટક્કર મારીને ઉડાડયા હતાં. રોડ પર પટકાવાથી માથામાં લોહીજાંણ ઇજા થવાથી રણજીત
બેભાન થિ ગયો હતો. સ્થળ પર એકઠા થયેલા લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં બન્ને
મિત્રોને સારવાર માટે સિવિલ હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબ
દ્વારા રણજીતને નિષ્પ્રાણ જાહેર કરવામાં આવ્યો હતો. પેથાપુર પોલીસ દ્વારા
અકસ્માતના આ બનાવ સંબંધે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


