Gujarat

જામનગર નજીક સરમત પાટિયા પાસેથી આઈ.પી.એલ.ની મેચ પર મોબાઇલથી જુગાર રમતાં યુવાન ઝડપાયોx

By GS TEAM
5 Apr 20261 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં મોબાઇલ દ્વારા ક્રિકેટ મેચ પર જુગાર રમતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સિક્કા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 12 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક સરમત પાટિયા પાસેથી આઈ.પી.એલ.ની મેચ પર મોબાઇલથી જુગાર રમતાં યુવાન ઝડપાયોx

જામનગર જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં મોબાઇલ દ્વારા ક્રિકેટ મેચ પર જુગાર રમતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સિક્કા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 12 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ તા. 04/04/2026ના રોજ રાત્રે જામનગર-ખંભાળીયા હાઇવે પર સરમત પાટીયા નજીક આર્ય ભગવતી સોસાયટીના ખૂણા પાસે જાહેર સ્થળે પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી.

તે દરમિયાન સાગરસિંહ પ્રવિણસિંહ ચુડાસમા (ઉ.વ.31), રહે. નાધેડી ગામ, માધવ રેસિડન્સી-02, તા. જી. જામનગર, પોતાના મોબાઇલમાં ક્રિકેટની  આઇ.ડી. દ્વારા આઈ.પી.એલ. ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાતી મેચ પર હારજીતના સોદા કરી જુગાર રમતા ઝડપાયો હતો.

રેઇડ દરમિયાન પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ. 1,300 તથા મોબાઇલ ફોન વગેરે મળી કુલ રૂ. 8,300નો મુદામાલ કબ્જે કર્યો હતો.

આરોપી સાગરસિંહ ચુડાસમાની તા. 04/04/2026ના રોજ અટક કરવામાં આવી હતી, જ્યારે પોતે બીજા આરોપી ભરતસિંહ ચુડાસમા સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કર્યો છે, અને શોધખોળ હાથ ધરી છે.