Gujarat
જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં એક યુવાનને પોતાના ઘેર એકાએક ફીટ આવીને નીચે પડવાથી હેમરેજ થઈ જતાં કરુણ મૃત્યુ
By GS TEAM
28 Sep 20251 min read
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં રહેતા મહેન્દ્રભાઈ મેઘાભાઈ પરમાર નામના ૩૬ વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર ફીટની બીમારી હોવાથી એકાએક બીપી લો થઈ જતાં ફીટ આવી ગઈ હતી, અને નીચે પટકાઈ પડ્યો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં રહેતા મહેન્દ્રભાઈ મેઘાભાઈ પરમાર નામના 36 વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર ફીટની બીમારી હોવાથી એકાએક બીપી લો થઈ જતાં ફીટ આવી ગઈ હતી, અને નીચે પટકાઈ પડ્યો હતો.
જેમાં તેને માથાના ભાગે ઇજા થઈ હતી, અને તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના માતા જેઠીબેન મેઘાભાઈ પરમાર એ પોલીસને જાણ કરતાં શેઠવડાળા પોલિસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.