વડોદરામાં સ્કૂલ વર્ધી વાન ચલાવતા યુવક પર ધારીયા વડે હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા અલવા નાકા પાસે રામપાર્ક સોસાયટીમાં રહેતો રાહુલ વિજયભાઈ ભરવાડ ઇકો કાર ચલાવે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવવું છે કે, ગઈકાલે હું મારી ગાડીમાં વિદ્યાર્થીઓને સુંદરપુરા પાટિયાથી છોડીને પરત ઘરે આવતો હતો ત્યારે રાત્રે સવા નવ વાગે માણેજા કંપની સામે ઊભો હતો. તે દરમિયાન મનુ ભરવાડ (રહે-ગોકુળ નગર મકરપુરા)એ મારી પાસે આવીને ઝઘડો કરી જણાવ્યું હતું કે આ રૂટ તારા બાપનો નથી... અને મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો.
તે દરમિયાન એક સગીર પણ ત્યાં આવી ગયો હતો અને ધારીયા વડે મારા પર હુમલો કરી મને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. હું જીવ બચાવવા માટે સ્થળ પરથી ભાગી ગયો હતો. હું પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા ગયો હતો પરંતુ મને વધારે પડતું હોય નીકળતો હોય હું બેભાન થઈ ગયો હતો. તો ત્યારબાદ મને કઈ યાદ નથી. હું ભાનમાં આવ્યો ત્યારે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતો.









