Get The App

બાઇક લઇને નોકરી જતા યુવકનું અકસ્માતમાં મોત

અકસ્માત કરીને ભાગી છૂટેલા વાહન ચાલકને પકડવા સીસીટીવીની ચકાસણી

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
બાઇક લઇને નોકરી જતા યુવકનું અકસ્માતમાં મોત 1 - image

વડોદરા,બાઇક લઇને નોકરી જવા નીકળેલા યુવકને વાહન ચાલકે ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ  હાથ ધરી છે.

નંદેસરી ગામ નજીક નિલકંઠ સોસાયટીમાં રહેતો દિગ્વિજયસિંહ દિલીપસિંહ રાજપરમાર ( ઉં.વ.૧૮) આજે બાઇક લઇને માણેજા ખાતે નોકરી પર જવા નીકળ્યો હતો. તે દરમિયાન કોયલી ધનોરા રોડ પર અજાણ્યો વાહન ચાલક તેની બાઇકને ટક્કર મારીને ભાગી ગયો હતો. રોડ પર ફંગોળાયેલા દિગ્વિજયસિંહને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તે ઉપરાંત કપાળ, હાથ અને પગ પર પણ ઇજા પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું . અકસ્માત અંગે જવાહરનગર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.