Gujarat

માત્ર અઢી ફૂટની હાઈટના શાકભાજી વેન્ડર ગોંડલ શાકમાર્કેટમાં ધ્યાનાકર્ષક

By GS Team
25 Jan 20221 min read
This article was originally published on 25 Jan 2022
માત્ર અઢી ફૂટની હાઈટના શાકભાજી વેન્ડર ગોંડલ શાકમાર્કેટમાં ધ્યાનાકર્ષક

માનવી ધારે તો આફતને અવસરમાં ૫લટી શકે  અઢી ફૂટના વામન વેપારીએ શાકમાર્કેટમાં વિરાટ ધંધો વિકસાવ્યો, પિતાને મજૂરી છોડાવી દીધી 

ગોંડલ, : માનવી ધારે તો આફતને પણ અવસરમાં પલટી શકે છે. માત્ર અઢી ફૂટની ઉંચાઈ ધરાવતા યુસુફ બરકાતીએ પોતે 'વામન' હોવા છતાં ગોંડલની શાકમાર્કેટમાં પોતાનો શાકભાજીના ધંધો'વિરાટ' વિકસાવી લીધો છે.  માત્ર અઢી ફૂટની ઉંચાઈ ધરાવતા 30વર્ષિય 'છોટે ઉસ્તાદ' છેલ્લા 12 વર્ષથી શાકભાજી વેંચી સમગ્ર પરિવારનું ગુજરાન ચલાવે છે. પોતે મજાકનું પાત્ર બનવાને બદલે અન્યને પ્રેરણા મળે તેવો પયગામ આપી રહેલ છે. તત્કાલીન ધારાસભ્યે નાગરિક બેન્ક સાઈડમાં પ્રથમ નંબરે જ થડો ફાળવી આપ્યો છે. તેનો ધંધો જામી જતાં પિતાને મજૂરી છોડાવી દીધી છે. ભત્રીજા, ભત્રીજીને ભણાવવાની અને મા-બાપનીસેવા કરવાની ખ્વાહિશ ધરાવે છે. લોકો પણ આ છોટે ઉસ્તાદ પાસેથી શાકભાજી ખરીદીને પ્રોત્સાહિત કરે છે તેનો તેમને સંતોષ છે.