Gujarat

મોર્નિંગ વોક કરતા વૃદ્ધની લાકડી પડાવી ફટકા મારી માથું ફોડયું

By GS TEAM
13 Mar 20262 mins read
મોર્નિંગ વોક કરતા વૃદ્ધની લાકડી પડાવી ફટકા મારી માથું ફોડયું

અમદાવાદ, શુક્રવાર

પૂર્વમાં લૂખ્ખા તત્વો બેફામ બનીને નિર્દોષ લોકો ઉપર હુમલા કરી રહ્યા છે. નારોલમાં આજે વહેલી સવારે વૃદ્ધ મોર્નિંગ વોકમાં ગયા હતા તે રોડ ઉપર ચાલતા હતા આ સમયે ફૂટપાથ ઉપર સૂતેલો શખ્સ અચાનક જાગી ગયો અને વૃદ્ધ કંઇ વિચારે તે પહેલા તેમની પાસેથી લાકડી પડાવીને તેમને માથામાં તથા હાથે પગે ફટકા મારીને ઢોર માર માર્યો હતો જો કે બુમાબુમ થતાં લોકોએ આવીને બચાવી લીધા હતા. વૃદ્ધને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખશલ કરાયા હતા જ્યાં માથું ફાટી જતાં ટાંકા લેવા પડયા હતા અને પગે થાપાના ભાગે ફ્રેકચર થયું હતું. આ બનાવ અંગે નારોલ પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

એએમટીએસ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતાં નારોલમાં ફૂટપાથ પર સૂતેલા શખ્સે અચાનક જાગીને આરોપીએ લાકડીથી મારતા માથામાં ગંભીર ઇજા, થાપાના ભાગે ફ્રેકચર થયું

નારોલમાં રહેતા  વૃદ્ધા નારોલ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ આજે સવારે ૫.૩૦ વાગે ચાલવા માટે ગયા અને નારોલ પરમારનગર એ.એમ.ટી.એસ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા જ્યાં ફૂટપાથ ઉપર સૂતેલા શખ્સ પાસેથી નીકળતા તે અચાનક જાગી ગયો હતો અને વૃદ્ધ પાસેથી લાકડી છીનવીને તેમને લાકડીના ફટકા મારવા લાગ્યો હતો.

વૃદ્ધને માથા તથા હાથે પગે લાકડીથી ઢોર માર માર્યો હતો જો કે બુમાબુમ થતાં આરોપી નારોલ તલાવડી બાજુ ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ વૃદ્ધને સારવાર માટે સરકારી હોસ્પટલમાં દાખલ કરાતાં માથું ફૂટી જતાં ટાંકા લીધા હતા જ્યારે પગે થાપાના ભાગે ફ્રેકચર થયું હતું.