Gujarat

જામનગર નજીક મેઘપર પાસે લેબોરેટરી ચલાવતા એક વેપારી સાયબર ચાંચિયાની ચુંગલમાં ફસાતાં અઢી લાખ ગુમાવ્યા

By GS TEAM
30 Nov 20252 mins read
TukuTouch Logo
જામનગર જિલ્લાના મેઘપર ગામમાં સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, અને મેઘપર ગામમાં લેબોરેટરી ચલાવતા એક લેબોરેટરીના સંચાલક સાયબર ચંચિયાઓની ચૂંગાલમાં ફસાઈ જતાં રૂપિયા અઢી લાખ ગુમાવવાનો વારો આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક મેઘપર પાસે લેબોરેટરી ચલાવતા એક વેપારી સાયબર ચાંચિયાની ચુંગલમાં ફસાતાં અઢી લાખ ગુમાવ્યા

જામનગર જિલ્લાના મેઘપર ગામમાં સાયબર  ફ્રોડનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, અને મેઘપર ગામમાં લેબોરેટરી ચલાવતા એક લેબોરેટરીના સંચાલક સાયબર ચંચિયાઓની ચૂંગાલમાં ફસાઈ જતાં રૂપિયા અઢી લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. ફ્લિપકાર્ટમાંથી પાર્લસ મોકલનાર અજાણ્યા શખ્સે પાર્સલ મોકલવાના બહાને ઓટીપી મોકલી બેન્કનો પાસવર્ડ મેળવી લીધા બાદ બેંક ખાતામાંથી રૂપિયા અઢી લાખની રકમ ઉપાડી લઈ ચીટીંગ કર્યાની ફરિયાદ મેઘપર પોલીસ મથકમાં નોંધવાઈ છે. 

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના યાદવ નગર વિસ્તારમાં રહેતા અને મેઘપર પંથકમાં લાઈફ કેર લેબોરેટરી ચલાવતા સંજયભાઈ ભીખાભાઈ લગારીયા નામના 35 વર્ષના યુવાને મેઘપર પડાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે કોઈ અજાણ્યા શખ્સો એ પોતાના બેંક ખાતામાંથી બે કટકે અઢી લાખ રૂપિયાનું ટ્રાન્જેક્શન કરી લઈ પોતાની સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં ફરિયાદી યુવાનને તેના મોબાઈલ ફોન પર એક મેસેજ આવ્યો હતો, અને ફ્લિપકાર્ટ માંથી બોલું છું, તેમ કહી ચીટર શખ્સ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો અને લેબોરેટરી સંચાલક પાસેથી કોઈપણ રીતે બેન્ક એકાઉન્ટ નંબર મેળવી લીધા હતા, અને ઓટીપી મોકલાવ્યા હતા, જે દરમિયાન બેન્ક ખાતામાંથી સૌપ્રથમ બે લાખ અને ત્યારબાદ બીજા 50,000 મળી કુલ અઢી લાખની રકમ ઉપડી લેતાં તુરતજ સાયબર સેલનો સંપર્ક સાધ્યો હતો, અને તેની સૌપ્રથમ ઓનલાઇન ફરિયાદ લેવામાં આવી હતી, ત્યારબાદ આ ફરિયાદને મેઘપર પડાણા પોલીસ મથકમાં ટ્રાન્સફર કરવામાં આવી છે, અને ત્યાં સંજયભાઈ લગારીયા ની ફરિયાદના આધારે પોલીસે આઈટી એકટની કલમ 66(ડી) તથા ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 319 (2) મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે.