Gujarat

188 દિવ્યાંગ સહિત કુલ કુલ 42,152 વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપશે

By GS Team
16 Mar 20222 mins read
This article was originally published on 16 Mar 2022
188 દિવ્યાંગ સહિત કુલ કુલ 42,152 વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપશે

- ખેડા જિલ્લામાં 41 પરીક્ષા કેન્દ્રોમાં તૈયારીઓ આખરી તબક્કામાં

- 27 મી માર્ચથી ધોરણ 10 ના 29,544 અને ધોરણ 12 ના 12,608 વિદ્યાર્થીઓની પરીક્ષા

નડિયાદ : કોરોના મહામારીના કારણે શૈક્ષણિક કામગીરી ઠપ થઈ ગઈ હતી ઓનલાઇન શૈક્ષણિક કામગીરી ના કારણે શિક્ષણ પર માઠી અસર થવા પામી છે. કોરોના સંક્રમણ ઘટતા શિક્ષણ ખાતા દ્વારા બોર્ડની પરીક્ષાઓ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આગામી ૨૮ માર્ચથી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. ખેડા જિલ્લામાં ૨૯,૫૪૪ વિદ્યાર્થીઓ એસ.એસ.સી જ્યારે ૧૨,૬૦૮ વિદ્યાર્થીઓ એચ.એસ.સી સામાન્ય પ્રવાહની પરીક્ષા આપશે.

ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૨૮/૩/૨૨ થી એસ.એસ.સી તેમજ એચ.એસ.સી બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ખેડા જિલ્લામાંથી ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષામાં ૧૨૪ વિદ્યાર્થી અને ૬૪ વિદ્યાર્થીઓ મળી કુલ ૧૮૮ વિકલાંગ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ૧૭,૫૧૯ કુમાર અને ૧૨,૦૨૫ કન્યા મળી કુલ ૨૯,૫૪૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આવી જ રીતે ધોરણ ૧૨ એસ.એસ.સી.ની પરીક્ષામાં વિજ્ઞાાન પ્રવાહમાં રેગ્યુલર માં એ - ૬૮૨, બી - ૧,૪૧૬ જ્યારે એબી માં ૨ કુલ ૨,૧૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ધોરણ ૧૨ સાયન્સમાં એ - ૭૪, બી - ૨૫૬ મળી કુલ ૩૩૦ વિદ્યાર્થીઓ રીપીટર તરીકે પરીક્ષા આપેશ આ ઉપરાંત ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૦,૫૫૬ રેગ્યુલર, ૮૪૩ રીપીટર, ૧૬૦ આઇસોલેટેડ જ્યારે ખાનગીમાં ૫૭૧ રેગ્યુલર જ્યારે ૪૭૮ રીપીટર મળી કુલ ૧૨,૬૦૮ વિદ્યાર્થીઓ એચએસસી સામાન્ય પ્રવાહ ની પરીક્ષા આપશે. આમ બોર્ડની પરીક્ષા માટે જિલ્લા શિક્ષણ વિકાસની કચેરી દ્વારા તારમાં તૈયારી કરવામાં આવી રહી છે.

ખેડા જિલ્લામાં 2 ઝોનમાં પરીક્ષા કેન્દ્રો વહેંચાયા

ખેડા જિલ્લામાં ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં બે ઝોનમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. જેમાં નડિયાદ વનમાં ૨૨ સેન્ટર જ્યારે અલીણા (ઠાસરા) માં ૧૯ સેન્ટરમાં મળી કુલ ૪૧ કેન્દ્ર પર એસ.એસ.સી ની પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે ડાકોર, થર્મલ (ફક્ત સાયન્સ) કપડવંજ, ખેડા, નડીયાદ સિટી અને નડિયાદ સ્ટેશન એમ ૬ સેન્ટર પરથી વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જયારે સામાન્ય પ્રવાહ માં ૧૬ કેન્દ્ર ઉપર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.