ગુજરાતમાં કોરોના સંક્રમણથી કુલ 20 ડોકટર,20 નર્સ અને 128 પેરામેડિકસના મોત થયા

અમદાવાદ, 8 ફેબ્રુઆરી, 2022, મંગળવાર
કોરોના મહામારીની ત્રીજી લહેરમાં સંક્રમણ ઘટી રહયું છે. દેશમાં કોરોના સંક્રમણનો દૈનિક આંકડો 1 લાખથી નીચે ઉતરી ગયો છે. જો કે 15 -18 ઉંમરના કિશોરોને 3 જાન્યુઆરીથી કોરોના વેકિસનના પ્રથમ ડોઝનું જે અભિયાન શરું કરવામાં આવ્યું છે તે અંર્તગત 5 કરોડથી વધુ કિશોરોને કોરોના વેકિસન આપવામાં આવી છે એટલું જ નહી કુલ 10 કરોડને વેકિસન આપવાનો લક્ષ્યાંક હતો. હજુ 15 થી 18 વર્ષના 5 કરોડ કિશોરોને વેકિસન આપવામાં આવશે.
સમગ્ર મહામારી દરમિયાન સંક્રમણનો ભોગ તબીબો અને પેરા મેડિકસ તથા તબીબ સેવાઓ સાથે સંકળાયેલા લોકો પણ બનતા રહયા છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજયસભામાં એક સવાલનો લેખિત જવાબ આપતા એમ પણ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં ફ્ન્ટલાઇન વોરિયર ગણાતા તબીબ,નર્સ અને પેરામેડિકસ સ્ટાફ પણ મોતને ભેટયા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણથી 67 ડોકટર અને 19 નર્સે જીવ ગુમાવ્યો છે. ગુજરાતનો આંકડો રજૂ કરતા જણાવ્યું કે કોરોના સંક્રમણથી ગુજરાતમાં કુલ 20 ડોકટર,20 નર્સ,6 એમ્બબ્યુલન્સ ડ્રાઇવર અને 128 પેરામેડિકસના મોત થયા હતા.




