Gujarat

વેરાવળ સોમનાથમાં કોરોના-વીર સ્વયમ્ સેવકોની ટીમ બનાવાઈ

By GS Team
4 Apr 20201 min read
This article was originally published on 4 Apr 2020
વેરાવળ સોમનાથમાં કોરોના-વીર સ્વયમ્ સેવકોની ટીમ બનાવાઈ

વેરાવળ, તા. 4 એપ્રિલ 2020 શનિવાર

વેરાવળ સોમનાથમાં લોકડાઉનને પગલે લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ ઘરબેઠા મળી રહે એ માટે પોલીસતંત્ર દ્વારા કોરોનાવીર સ્વયમ્ સેવકોની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે.

વેરાવળ, ભીડિયા, સોમનાથ વિસ્તારમાં રહેતા દોઢ લાખથી વધુ શહેરીજનો લોકડાઉનને લઈને બહાર નીકળવાનું ટાળે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકે એ માટે બનાવવામાં આવેલી આ ટીમમાં 50 સેવાભાવી યુવાનોને સામેલ કરવામાં આવ્યા છે. આ યુવાનો લોકોને ઘરબેઠા દૂધ, છાશ, શાકભાજી સહિતની ચીજો પહોંચાડવાનું કામ કરશે. કામ વગર શેરીગલીઓ અને સોસાયટીમાં નીકળતા લોકોને લોકડાઉનનો અમલ કરવાની સમજ પણ તેઓ આપશે.

આ ટીમના તમામ યુવાનોના તેમ જ ટીમ સાથે જોડાયેલી દુકાનોના મોબઇલ નંબર સહિતની માહિતી પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં આવી છે. યુવાનોએ કામગીરી શરૂ કરી દીધી છે અને એેને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો હોવાનું ખારવ સમાજના અગ્રણી રિતેશભાઈ ફોફંડીએ જણાવ્યું હતું.