ભાવનગરમાં કહેવાતા પત્રકારે યુવાન સાથે રૂ. 7.50 લાખની છેતરપિંડી આચરી

- ચેક આપ્યા તે પણ બાઉન્સ થયાં હતા
- પત્રકાર તરીકે ઓળખ આપી વિશ્વાસ જીતી પીડિત પરિવારનું લાખોનું સોનુ ઓળવી ગયાની એસપીને રાવ
ભાવનગર શહેરમાં ભરતનગર પ્રગતિનગર શાકમાર્કેટ ખાતે રહેતા પરેશભાઈ ભટ્ટી નામના યુવાન પાસેથી પત્રકાર હોવાની ઓળખ આપી પાર્થ રમેશકુમાર મહેતા નામના શખ્સે ધંધામાં રોકાણ કરવાની લાલચ આપી કટકે કટકે સોનું તેમજ લોન મેળવી રૂ.૭.૫૦ લાખ મેળવી લીધા બાદ પરેશભાઈ ભટ્ટીએ આપેલા રૂપિયા અને સોનાની માંગણી કરતા શખ્સ ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.અને કહેવાતા પત્રકાર પાર્થ મહેતાએ પરેશભાઈ ભટ્ટીને ચેક આપ્યા હતા.તે પણ બાઉન્સ થઈ ગયા હતા. શખ્સે શહેરના ક્રેસન્ટ રોડ પર આવેલ અષ્ટવિનાયક કોમ્પ્લેક્સમા આવેલ ન્યુઝ પેપરની ઓફિસ હોવાની ઓળખાણ આપી છેતરપિંડી કરી હોવાનું કહી છેતરપિંડી આચરી હતી.અને જે થાય તે કરી લેવાની ધમકી પણ ઉચારી હતી.આમ પરેશભાઈ ભટ્ટી સાથે છેતરપિંડી અને ફ્રોડ થયું હોવા અંગે જિલ્લા પોલીસ વડાને લેખત રજૂઆત કરી છે.








