Gujarat

વિશ્રામપુરા ગામે ઝાડ નીચે છુપાવેલો ગાંજાનો જથ્થો મળ્યો

By GS Team
4 Jan 20221 min read
This article was originally published on 4 Jan 2022
વિશ્રામપુરા ગામે ઝાડ નીચે છુપાવેલો ગાંજાનો જથ્થો મળ્યો

વડોદરા, તા.04 

વડોદરા જીલ્લાના પાદરા તાલુકામાં આવેલા વિશ્રામપુરા ગામે અંધારી ફળિયામાં રહેતો નારાયણ ગોકળ પટેલ ગાંજાનો જથ્થો મંગાવી તેનું વેચાણ કરે છે તેવી માહિતીના આધારે જિલ્લા એસ.ઓ.જી એ ગઈ રાત્રે દરોડો પાડ્યો હતો પોલીસે તેના ઘેર તપાસ કરતા ઘરની આગળ ગુંદીના ઝાડ નીચે સુકાયેલા દાડખાના ઢગલામાં પ્લાસ્ટિકની થેલીમાં છુપાવેલો એક કિલો 652 ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો આ જથ્થો આપવા આવેલ દાહોદના રણવતસિંહ ગોપસિંહ બારીયા પણ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો નારાયણ અને હળવદસિંહની પૂછપરછ કરતા ગાંજાનો જથ્થો ધાનપુરમાં રહેતા પરબત નાયકા પાસે લાવ્યા હોવાની વિગતો ખુલી હતી પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.